________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્મનું સ્વરૂપ
૩૨૭ કર્મથી અલિપ્ત રહેવા માટે જ્ઞાન અને વૈરાગ્ય ધારણ કર. આત્મજ્ઞાનીઓની સેવાભક્તિ કરવાથી જ્ઞાનાવરણીય કર્મને નાશ થાય છે. સાધુસંતોની સંગતિ કરવાથી જ્ઞાનાવરણીય કર્મને નાશ થાય છે. જ્ઞાનીઓની નિંદા, હેલના, અપમાન કરવાથી જ્ઞાનાવરણીય કર્મને બંધ થાય છે. મારા સદુપદેશે તરફ તિરસ્કાર, દ્વેષ, અસત્ય ખંડનની લાગણી પ્રવર્તતાં જ્ઞાનાવરણીય કર્મને બંધ થાય છે. જે લેકે આત્માના સ્વરૂપને વિચાર કરે છે તેઓ જ્ઞાનાવરણીય તથા દર્શનાવરણીય કર્મને નાશ કરે છે. જેઓ દેવ-ગુરુ-ધર્મની શ્રદ્ધા ધારણ કરે છે. અને પાપકર્મથી અલિપ્ત રહે છે તેઓ જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મથી બંધાતા નથી. જેઓ શ્રુતજ્ઞાનની આશાતના કરે છે તેઓ જ્ઞાનાવરણીય અને દશનાવરણીય કર્મથી બંધાય છે.
જેઓ આત્મા, પુનર્જન્મ, કર્મ વગેરેનું ખંડન કરી નાસ્તિકપણું સ્વીકારે છે તેઓ જ્ઞાનાવરણીયાદિ અષ્ટ કર્મને બાંધે છે. પુણ્યકર્મ કરવાથી શાતા વેદનીય કર્મ બંધ થાય છે. પુણ્યકર્મ સુવર્ણની બેડી સમાન છે અને પાપકર્મ લેહની બેડી સમાન છે. પુણ્યકર્મને રસ શેરડીના રસ સમાન છે અને પાપકર્મને રસ કડવા લીંબડાના રસ સમાન છે. પુણ્યકર્મ બાગ સમાન છે અને પાપકર્મ વિષ્ટાના કુંડ સમાન છે. પુણ્યકર્મથી શુભ સંગોની અને ઈષ્ટ વસ્તુઓની પ્રાપ્તિ થાય છે અને અશુભ પાપકર્મથી દુઃખદાયક સંગેની અને અનિષ્ટ વસ્તુઓની પ્રાપ્તિ થાય છે. પુણ્યકર્મથી શુભ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શવાળા પુદ્ગલપર્યાની પ્રાપ્તિ થાય છે. પુણ્યકર્મથી સાંસારિક સર્વ જાતનું સુખ મળે છે અને પાપકર્મથી સર્વ પ્રકારનાં દુઃખની પ્રાપ્તિ થાય છે.
દેવ-ગુરુ-ધર્મની સેવાભક્તિ કરવાથી અને દયા વગેરે પારમાર્થિક કાર્યો કરવાથી પુણ્યાનુબંધી પુણ્યની પ્રાપ્તિ થાય.
For Private And Personal Use Only