________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૫
વર્ણધર્મવ્યવસ્થા સાપેક્ષપણે ઉપયોગી નિમિત્ત સાધનેને ગ્રહવા તથા તેઓને ત્યાગી અન્ય સાધનો પણ અંગીકાર કરવાં. તાપ, શીત, વર્ષા વગેરે ઋતુઓમાં જેમ આરોગ્યથી રહેવાય તેમ દેશકાળાનુસારે વર્તવું. પૂર્વનું બધું સાચું અને સારું અને વર્તન માનનું અસત્ય છે એ અજ્ઞાન કદાગ્રહ ત્યાગીને સત્યને અંગીકાર કરવું. ચારે વર્ણના ગૃહસ્થ લોકોએ મારામાં શ્રદ્ધાપ્રેમ રાખીને વર્તવું.
ધંધે કામકાજ વગેરે આજીવિકાદિ કારણોની અપેક્ષાએ જેનાથી જેટલી બને તેટલી ધમકરણ કરવી. ચારે વર્ણોના પટાભેદ પાડવા નહીં. ચારે વણી જૈનોએ અન્ય જાતિઓને ચારે વર્ણમાં ગુણકર્માનુસારે દાખલ કરવી. અન્ય વિધર્મીઓ
જ્યારે જ્યારે જેનો થાય ત્યારે ત્યારે તેઓને ગુણકર્માનુસારે ચારે જૈનજાતિમાં દાખલ કરવા. પૂર્વની કોઈ વર્ણમાં ન્યૂનતા આવતાં બીજાઓને ગુણકર્માનસારે તેમાં દાખલ કરવા. ચારે વર્ણના લોકો મારી ભક્તિથી મુક્તિ પદ પામે છે.
સર્વ વિશ્વમાં અનાદિ સનાતન જૈનધર્મ છે અને અનાદિકાળથી આર્યો જેને છે, તેથી આર્યોનું ધર્મ બાબતમાં પ્રધાન પદ સર્વત્ર સર્વ લોકોએ માનવું. પ્રત્યેક જૈન સ્ત્રીપુરુષે વિદ્યા, જ્ઞાન, હનર, ખેતી, વ્યાપાર અને સેવાધર્મનું શિક્ષણ ગ્રહણ કરવું. સર્વ જ્ઞાનવિદ્યાઓમાં અધ્યાત્મજ્ઞાનવિદ્યા શ્રેષ્ઠ છે.
“ ત્યાગીઓનાં મૃતકોનો અગ્નિસંસ્કાર કરવો, ભૂમિસંસ્કાર કરે અથવા જળસંસ્કાર કરવો. એ ત્રણમાંથી જે કાળે અને જે ક્ષેત્રે જે યોગ્ય લાગે તે સંસ્કાર કરે. ગ્રહનાં મૃતકોને મુખ્ય અગ્નિસંસ્કાર શ્રેષ્ઠ છે. ત્યાગીઓએ તેમની સ્થિતિમાં જેમ યોગ્ય અને આવશ્યક સ્થિતિએ રહેવાય તેમ રહેવું. ત્યાગીઓએ જટા રાખવી, મસ્તક મૂંડાવવું, કેશ કરાવવા અથવા લંચનકર્મ કરવું. એમાંથી જેઓને જેમ શકત્યનુસાર રુચે તેમ કરવું. શકિતને લેપ કરવો નહીં. આત્મામાં જ્ઞાનાગ્નિ તથા સંયમાગ્નિ
For Private And Personal Use Only