Book Title: Kalpanik Adhyatma Mahavira Part 3
Author(s): Buddhisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 464
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કર૩ વર્ણધર્મવ્યવસ્થા પ્રભુ મહાવીરદેવે બાર પર્ષદા આગળ મનુષ્યભવની દુર્લભતા, શુદ્ધ શ્રદ્ધા, વિરતિ અને અપ્રમત્તપણે પુરુષાર્થ એ ચાર બાબતો પર અતિશય ધ્યાન ખેંચનાર ઉપદેશ આપ્યો. તે વખતે પ્રભુ મહાવીરદેવની સભામાં હું હાજર હતો, એમ શ્રીમતી સતી યશોદાદેવી જાણ. નંદિવર્ધને કહ્યું, “હે યશદાદેવી! પ્રભુના મુખે તેમણે જ્યાં જ્યાં વિહાર કર્યા, જ્યાં જ્યાં ઉપદેશ આપ્યા, જે જે બનાવો બન્યા તે તે સર્વે સંક્ષેપમાં મેં તારી આગળ તથા આપણું કુટુંબના સર્વ મનુષ્ય આગળ કહી સંભળાવ્યા. પ્રભુએ અનેક લોકોને તાર્યા, અનેક સ્થળોએ વિહાર કર્યો. તેમાંથી અ૫ વૃત્તાંત તારી આગળ કહ્યો છે. પ્રજમા થાતુર્માસ : પ્રભુએ ફક્ત બાર ઠેકાણે ચાર ચાર માસ સુધી વાસ કર્યો, બાકી તે વિના ચાર માસ સુધી કોઈ સ્થાનમાં રહ્યા નથી. શ્રીમતી યશોદાના પૂછવાથી નંદિવર્ધને કહ્યું, “અસ્થિક ગ્રામની નિશ્રાએ એક ચાતુર્માસી કરી. બીજું પૃષ્ઠચંપાની નિશ્રાએ એક ચોમાસું કર્યું. ત્રીજું ભદ્રિકાપુરની નિશ્રાએ એક ચોમાસું કર્યું. ચોથું વિશાલીનગરીની નિશ્રાએ એક માસું કયું. પાંચમું ચંપાનગરીની બહાર એક ચાતુર્માસી કરી. છ ભદ્રિકાની બહાર એક ચોમાસું કર્યું. સાતમું આલંબિકાની બહાર એક ચાતુર્માસી કરી. આઠમું રાજગૃહીની બહાર એક ચોમાસું કર્યું. નવમું વજાભૂમિમાં અનિશ્ચિત સ્થાનમાં પ્લેને પ્રતિબંધવા માસું કર્યું. દસમું શ્રાવસ્તીની બહાર એક ચોમાસું કર્યું. અગિયારમું વૈશાલીનગરીની બહાર એક ચોમાસું કર્યું. બારમું ચંપાનગરીની બહાર એક માસું કર્યું. જ્યાં જ્યાં ચાર માસ સુધી રહ્યા અને ત્યાં જે જે બનાવ બન્યા અને જે જે લોકોને ઉપદેશ આપ્યો તેની જે હકીકત પ્રભુ પાસેથી શ્રવણ કરી છે તે હવે પછીથી સર્વ કુટુંબ આગળ કહીશ.” For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 462 463 464 465 466 467 468 469 470