________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્મનું સ્વરૂપ
૩૪. ઉપયોગ કરે છે. પાંચ મહાવ્રત પાળવામાં અને સંયમનું તેમ જ અન્ય મુનિઓનું તથા સાધુ-સાધ્વીઓનું રક્ષણ કરવામાં મહાત્માઓ સંજવલન કષાયે કરે છે અને તેથી સંવર, નિર્જર અને પુણ્યાનુબંધી પુણ્ય એ ત્રણ તત્ત્વની આરાધના કરે છે.
“સંજ્વલન કષાયના ઉદયથી યથાખ્યાતચારિત્રને આનંદ અનુભવાત નથી. ગૃહસ્થ સંજ્વલન કષાયના ઉદયને ધર્મ માર્ગમાં વાળે છે. તેથી તેઓ સર્વવિરતિ પરિણામરૂપ નિશ્ચયચારિત્રને પામે છે તથા સંજવલન કષાયને ક્ષય કરીને ત્યાગીઓની પેઠે કેવળજ્ઞાનને પામે છે. ગૃહસ્થ કરતાં ત્યાગીઓ ઘણી સંખ્યાના પ્રમાણમાં સંજ્વલન કષાયર્નો ત્યાગ કરી કેવળજ્ઞાન પામે છે. ગૃહસ્થને ગ્રહદશાની ઉપાધિ નડે છે, જ્યારે જ્ઞાની ત્યાગીએ તે આત્મામાં અખંડ સતત ઉપયોગે રાત્રિદિવસ જાગ્રત રહે છે. તેથી તે સંજવલન કષાયથી ઉત્કૃષ્ટ વર્ષોલ્લાસે એક ક્ષણમાં મુક્ત અને સ્વતંત્ર થાય છે. આત્માના શુદ્ધ સ્વરૂપનું ધ્યાન ધરવાથી આત્મસમાધિ પ્રાપ્ત થાય છે અને તેથી એક ક્ષણમાં સર્વ કષાયથી આત્મા મુક્ત થાય છે. આત્માનું પરિપૂર્ણ સ્વરૂપ સમજાવનાર અને સમ્યગ્દષ્ટિની પ્રાપ્તિ કરાવનાર જે છે તે સદ્ગુરુ જ છે. કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી સદ્ગુરુની આજ્ઞા માનીને જેઓ વર્તે છે તેઓ ધર્મની પ્રાપ્તિ કરી શકે છે અને મુક્ત બને છે.
દેવ-ગુરુમાં પૂર્ણ વિશ્વાસ અને પૂર્ણ પ્રીતિ ધારણ કરવાથી સોળે કષાયોને ઉત્કૃષ્ટ પરિણામે એક ક્ષણમાં નાશ થાય છે. ગુરુમાં મન-વાણી-કાયાને હેમીને સદ્ગુરુમાં તન્મય બનવાથી અશુભ કષાયે અને શુભ કષાયોને પણ નાશ થાય છે. સદ્ગુરુમાં પરમાત્મપણું ભાવવું અને તેમાં હોમાઈ જવું એ જ જીવન્મુક્ત થવાને ઉત્કૃષ્ટ ઉપાય છે. સદ્દગુરુ એ એ જ પરમાત્મા છે એવી નિશ્ચલ બુદ્ધિ જેને છે તે જ મારા કહેલા તત્વજ્ઞાનને અનુભવ પામે છે.
For Private And Personal Use Only