________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્મનું સ્વરૂપ
૩૬૭ દુખની પરંપરા ઊભી થાય છે. સમગ્ર ચૌદ રાજલોકનું બાહ્ય રાજ્ય, લક્ષ્મી કે સત્તા પ્રાપ્ત કરે, તે પણ મનમાં પ્રગટતા રાગદ્વેષના સંકલ્પ-વિકલપ વાર્યા વિના અને આત્મામાં અનંત નિરુપાધિક સુખ છે એ નિશ્ચય કર્યા વિના સ્વમમાં પણ શાંતિ કે સુખ નથી. આત્માના સુખ માટે ચારિત્રમેહને હઠાવ્યા વિના પૂર્ણાનંદની પ્રાપ્તિ થતી નથી. મનુષ્યભવમાં મુક્તિ છે. આત્મભાવે જાગ્રત થાઓ. મિથ્યા બુદ્ધિને ત્યાગ કરે. મારા પર પૂર્ણ વિશ્વાસ રાખી પ્રવર્તે. તેથી તો આત્માનંદને પ્રાપ્ત કરશે. આત્મજ્ઞાન વિના પૂર્ણાનંદ પામવાને અન્ય માર્ગ નથી.”
એ પ્રમાણે પ્રભુએ કૌશાંબી નગરીના ગરીબ અને અમીર, ગૃહસ્થ અને ત્યાગી લોકોને ઉપદેશ દીધે. કૌશાંબીના લોકો પ્રભુની પૂજા કરી અને પ્રભુનું શરણ સ્વીકારી તેમના ભક્ત બન્યા.
For Private And Personal Use Only