Book Title: Kalpanik Adhyatma Mahavira Part 3
Author(s): Buddhisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 425
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮૪ અધ્યાત્મ મહાવીર પ્રભુએ વર્ષે ચોમાસા વિનાના ઘણું માસ સર્વ ખંડમાં અને અનાર્ય દેશોમાં પરિભ્રમણ કરવામાં ગાળ્યા. તેમણે હિંસા, જૂઠ, અજ્ઞાન, ચેરી, વ્યભિચાર વગેરેથી કરડે મનુષ્યને મુક્ત કર્યા. ભિન્ન ભિન્ન ધર્મોના અજ્ઞાન, કદાગ્રહ અને દેવને પશ વગેરેનું રકત અર્પણ કરવાની અંધશ્રદ્ધા તેમ જ મેહ બુદ્ધિ વગેરે દેને પ્રભુએ વિશ્વમાંથી હાંકી કાઢ્યા. આંધળાઓને દેખતા કર્યા. અનેક ચમત્કાર દેખાડ્યા. ઋષિઓ વગેરેમાં અજ્ઞાનમેહને પ્રવેશ થયો હતો તેને હાંકી કાઢ્યો. પ્રભુએ સહજ સ્વભાવે રમતાં સંકલ્પ વિના બાહ્ય તપ કર્યું. તેમણે જણાવ્યું કે મારા થકી અને ચારિત્રતપનું શિક્ષણ મળે માટે ચારિત્રતપનું આચરણ કરી બતાવવાની જરૂર છે. તીર્થકર એ પરમાત્મા છે, તો પણ તેઓ તપ તપે છે તેનું કારણ વિશ્વના લોકોને તપનું શિક્ષણ આપવા માટે જ છે. બાકી તેઓને તપની કંઈ જરૂર નથી. લોકસંગ્રહની દષ્ટિને અનુસરીને તેઓ નિર્લેપી છતાં વિશ્વના લેકેના ભલા માટે તપ વગેરે જે કંઈ યેગ્ય લાગે છે તે આચરે છે. વ્યવહારનયની દષ્ટિએ તપની આચરણ કરવાની જરૂર છે. શુદ્ધ નિશ્ચયદષ્ટિમાં તપ, કિયા, ચારિત્ર વગેરે કંઈ નથી. પ્રભુ જે કંઈ કરે છે તેની અસર દુનિયાના લોકો પર થાય અને તેથી તેઓ આત્માના ધર્મ પર આવે તે માટે જ હોય છે. પ્રભુનું તપ અને તપનું માહાભ્યઃ પ્રભુએ એક છમાસી તપ કર્યો. બીજે પાંચ દિવસ ન્યૂન છમાસી તપ કર્યો. ચારમાસીઓ નવ કરી. જેના ઘેર પારણું કરતા ત્યાં આહારપાણી સાથે જ લેતા. પશ્ચાત્ જળ પીતા નહતા. ભજન અને જળને હાથમાં ગ્રહી વાપરતા હતા. પ્રભુએ ત્રણમાસી એવા બે તપ કર્યા. બે માસે પારણું કરવું એવી છ બે માસીઓ કરી. પ્રભુએ બે દેઢ માસીઓ કરી. એકેક માસના ઉપવાસે એક માસ ક્ષમણ એવી બારમાસીનું તપ કર્યું. પ્રભુએ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470