________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્મનું સ્વરૂપ સુખ છે એવો દઢ નિશ્ચય ધારણ કરે છે. પ્રારબ્ધ કર્મના ચગે સમ્યગદષ્ટિ મનુષ્ય સુખ-દુઃખફળપ્રદ ભોગોને ભોગવે છે. કેદી મનુષ્યને કેદમાં રાજાના હુકમથી નહીં કરવા યોગ્ય કાર્ય કરવું પડે છે, તેમ સમ્યગ્દષ્ટિ મનુષ્યને કર્મની પ્રબલ પ્રેરણાથી અવિરતિનાં નહીં ઇચ્છવા ય કાર્યો કરવા પડે છે, પણ તે વૈરાગ્યબળથી નવીન કર્મબંધમાં ઘણે નિર્લેપ રહે છે. જેના ઉપરથી રાગ ટળી જાય છે તેનાથી કર્મને બંધ થતો નથી.
સમ્યગ્દષ્ટિમંત આત્મજ્ઞાન અને વૈરાગ્યના બળથી અપ્રત્યાખ્યાન કષાયને કિલ્લે તોડી પાડે છે અને આત્માને નિર્મળ કરે છે. મનથી જે વિરમે છે તે સર્વથી વિરમે છે. જ્ઞાનીને મનમાં વિરતિપણું હોય છે, પરંતુ તેનામાં બાહ્યથી શુભાશુભ કર્મયોગે બાળ જીવને અવિરતિપણું દેખાય છે. જ્ઞાની કરતો હોવા છતાં પણ કંઈ કરતા નથી. જ્ઞાની આંતરક્રિયા કરે છે. અને બાહ્યથી અક્રિય દેખાય છે. જ્ઞાની આત્મગુણેનાં ચિંતવન, ભાવના અને ક્રિયાથી સક્રિય છે. બે કાચી ઘડીને સમ્યકત્વના ઉપશમપરિણામથી અનંત સંસાર ટળીને અર્ધપગલપરાવ કાળ બાકી રહે છે. ક્ષેપશમ સમકિતયોગે એવા વારંવાર પરિણામ રહેવાથી અને આત્માની શુદ્ધતાના ઉપયોગમાં રમવાથી સમકિતી આત્મા બે ઘડીમાં કેવળજ્ઞાન પામે છે, તે જઘન્ય અને મધ્યમ પરિણામે છેવટે સાત, આઠ ભવ કે એક, બે કે ત્રણ ભવમાં મુક્તિ પામે એમાં કંઈ આશ્ચર્ય નથી. સમ્યગ્દષ્ટિ પિતાના આત્માને સિદ્ધ, મહાવીર, બુદ્ધ, પરબ્રહ્મ, પરમાત્મારૂપ અનુભવે છે. ચોથી ભૂમિકામાં રહેવા છતાં તે આત્માનંદરસની ઝાંખીને અનુભવ કરે છે. તેથી તે આત્માની શુદ્ધિ કરે છે.” શતાનીકનું ભાવિ:
“હે શતાનીક ! તારામાં સભ્યજ્ઞાન પ્રગટયું છે. “અનાદિઅનંત આત્મા એ જ મહાવીર છે. તે તિભાવે મહાવીર
For Private And Personal Use Only