________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માનું રહસ્ય
હે પ્રભો ! આપ અનંત જીવન છો. આપની સાથે તાદામ્ય કેળવી વર્તતાં આપસ્વરૂપે અમો થઈએ છીએ. હે પરબ્રહ્મ મહાવીર પ્રભો ! આપના સ્વરૂપમાં મન લીન થતાં સર્વ સદુગુણાનો આવિર્ભાવ થાય છે. આપ પર પ્રેમ રાખતાં વ્યાપક પ્રેમ થાય છે. આપે સર્વ વિશ્વમાં શ્રદ્ધા અને પ્રેમનો સાગર વહેવરાવ્યો છે. હે પ્રભો ! સર્વ વિશ્વમાં મહાત્માઓ, ઋષિઓ, ત્યાગીઓ, યોગીઓ, પરમહંસ વગેરેની આપ બદલી કરો છે. હે પ્રભોઆપે પરમેશ્વરાવતારથી અમને દર્શન આપી સ્વતંત્ર અને જીવન્મુક્ત કર્યા છે. હે પ્રભો ! જ્યાં પ્રેમ, શ્રદ્ધા, ઐક્ય, પ્રભુતા, શક્તિ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, ભક્તિ, ઉપાસના છે ત્યાં આપ છો. હે પ્રભો! જ્યાં જ્યાં આનંદરસ અને ઉત્સાહ છે ત્યાં આપે છે. હે પ્રભો ! જ્યાં જ્યાં જે કંઈ સારું છે ત્યાં ત્યાં તે રૂપે આપનો આવિર્ભાવ છે. હે પ્રભો ! પરમેશ્વરનાં જેટલાં લક્ષણો અને અનુમાન કરવામાં આવે છે તેનાથી આપ પેલી પાર છો. આપના પ્રભુત્વમાં શંકા લાવનારા મરેલા છે. આપની શ્રદ્ધાથી આપની સાથે પિતાનું અભેદત્વ અનુભવનારા જીવતાજાગતા ભક્ત સંત છે. આપ પ્રભુની સાથે તાદામ્ય થઈ “ હું” અને “તત્વમસિ” મંત્રના વાચ્યાર્થથી વર્તતાં અનંત સુખ-શાંતિ અને અનંત સમૃદ્ધિના અનંત સાગરરૂપ આત્મા બને છે, તેમાં અંશમાત્ર પણ અસત્ય નથી.
આપ ઉત્પાદશક્તિ અને વ્યયશક્તિના ધારક તથા અનંત, અનાદિ, ધ્રુવસ્વરૂપ છે. આપની સાથે સર્વ પ્રકારે અભિન્ન થઈ વર્તવાથી આત્મામાં મુક્તિ પ્રગટે છે. “તું તે હું છું” એવા ભાવથી વર્તતાં આપ વિના અન્ય કશું કંઈ સત્ય ભાસતું નથી. આપની સાથે જે જે આત્માએ એકતા સાધી અને લીનતા કરી જીવે છે તેઓ અનંત જીવન પામે છે. પશ્ચાત્ તેઓ મરણને જાણતા નથી. આ દુનિયામાં જીવવા છતાં તેઓને દુઃખને લેશ પણ જણાતો નથી. આપમાં તાદાસ્યભાવથી એકરસરૂપ થતાં
For Private And Personal Use Only