________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મરાજ્ય
૧૫૫
મેધથી અમને તત્ત્વજ્ઞાન પ્રગટયું છે. હે પ્રભુ!! આપે રાજ્યતત્ત્વનું' ખરું' રહસ્ય જણાવીને અમને આત્મરાજ્યમાં વાળ્યા છે. હે પ્ર! ! આપે જ્ઞાનરાજ્યની અપૂર્વ મહત્તા જણાવીને લેાકેાને શાન્તિના માર્ગમાં વાળ્યા છે. હે પ્રભુ ! આપે મથુરાનગરીના ઉદ્યાનમાં પધારીને મથુરાનગરીને પવિત્ર કરી છે. આપની ભક્તિ જ્યાં સુધી મથુરામાં જીવતી રહેશે ત્યાં સુધી મથુરામાં બ્રહ્મસામ્રાજ્ય પ્રવશે. મથુરાનગરીમાં આપની ભક્તિ ત્રણવાર પાછી આવશે અને તેથી મથુરાનગરીની જાહેાજલાલી વશે. મથુરાનગરીમાં બ્રાહ્મણી, ત્યાગીએ જ્યારે આપથી પરાક્રુખ થશે ત્યારે મથુરામાં કપટ, વિશ્વાસઘાત, લાભ, પરતંત્રતા, અજ્ઞાન, મેાહ, ભય, શક્તિહીનતા, દીનતા, યાચકપણું અને અનેક પ્રકારના ઢાંગ પ્રવશે. અંતરાત્મા કૃષ્ણે શ્રીઅરિષ્ટ નેમિ મહાઘાર ઋષિપ્રભુના ખેાધથી એ પ્રમાણે જણાવ્યુ છે. આપ પરબ્રહ્મ મહાવીર છે અને આપનું શરણ કરવાનું જણાવ્યું છે તે પ્રમાણે અમે સર્વે આપનું શરણ સ્વીકારીએ છીએ.’
મહેશ્વર રાજાએ પ્રભુની સેવકભાવે સ્તુતિ કરી અને કહ્યુ કે, ‘ હું પ્રભા ! આપના ભક્તો દિવસમાં અને રાત્રિમાં જાગતા છે. અભક્તોની રાત્રિમાં આપના ભક્તોના દિવસ છે,' ઇત્યાદિ અનેક પ્રકારે પ્રભુની સ્તુતિ કરી.
આત્મકલ્યાણમાં ધનનું સ્થાન :
મથુરાનગરીવાસી લક્ષ્મીદાસ નામના એક ધનવત શેઠે પ્રભુને વદી-પૂજી પૂછ્યું કે, ડે વિશે ! મારેા ઉદ્ધાર થાય એવા માર્ગ મતાવે.’
'
પ્રભુએ લક્ષ્મીદાસ શેઠને કહ્યું : ધનના ભારને દૂર કર્યો વિના મુક્તિમાં તારાથી ચઢી શકાય તેમ નથી. અન્નદાન, જ્ઞાનદાન, વસ્ત્રદાન અને સુપાત્રદાનથી પ્રથમ લક્ષ્મીનેા સારા માર્ગોમાં ઉપયાગ કર. ધનના મેાહુના ત્યાગ કર. ઉદારભાવ અને નિરા
For Private And Personal Use Only