________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યા માથીરઃ ભિમુખ મન એ મોક્ષનું કારણ છે. આત્મામાં મન રાખીને સાંસારિક કર્મો કરતાં કર્મને લેપ લાગતો નથી. રાગદ્વેષ વિનાનું મન તે જ આત્મામાં રહેનાર મન છે અને એવું મન થતાં સદેહે આત્મા જીવન્મુક્ત બને છે. સર્વ પ્રકારની આસક્તિને ત્યાગ એ જ તપ છે. દુષ્ટ વાસનાઓને ત્યાગ કરે. તે તપ છે. આત્માના સ્વાભાવિક ગુણોને આવિર્ભાવ કર એ. તપ છે. અનેક દુષ્ટ પરિષહ આત્માની શુદ્ધતા કરવા માટે સહવા એ તપ છે. એવા તપને તપનારા અને સંયમને સાધનારા તપસ્વીઓ ! તમે પૂર્ણાનંદ સ્વરૂપમાં લયલીન બને. દેહપ્રાણના મૃત્યુને સ્વપ્નની પેઠે ભૂલીને સર્વત્ર આનંદમય બને. શુભ ગતિમાં કે અશુભ ગતિમાં જનારાઓનું કલ્યાણ થાય, તેઓ સ્વતંત્ર અને મુક્ત બને–એવી આત્મિક ભાવના ભાવે.
જે લોકે પિતાના સંબંધીઓનું સારું ઇચ્છે છે તેઓ ધર્મ સંબંધી પ્રેમી ભક્તો બને છે. સંસારી મનુષ્ય અન્ય ગતિમાં જતાં પિતાનાં સગાંઓનું દરરોજ આત્મશ્રદ્ધાથી મુક્તિપણું. ઈચ્છે છે. મુક્તાત્માઓનું સ્મરણ કરવું, મુક્તાત્માઓનું ધ્યાન ધરવું અને તેઓની સાથે એક આનંદ રસરૂપ થઈ જવું. સિદ્ધાત્માઓની સાથે લયલીન થતાં સિદ્ધાત્મપણું પ્રાપ્ત થાય છે. પૂર્ણાનંદત્વનો કદાપિ વિયેગ ન થ એ સિદ્ધત્વ છે. આત્મામાં સિદ્ધત્વ છે. જડમાંથી સિદ્ધત્વ કંઈ આત્મામાં આવતું નથી. પૂર્ણ સિદ્ધત્વ એ જ પૂર્ણ આત્મિક સ્વતંત્રતા છે.
“હે તપસ્વીઓ! આત્મવિદ ધ્રાંતિથી પ્રગટેલા શેક્સમુદ્રને તરી જાય છે. આત્મામાં સિદ્ધપણું–મુક્તપણું છે. આત્મામાં પર મેશ્વરત્વ છે. સર્વ જડ પદાર્થોમાં નિસંગ રહેવારૂપ તપને તપનારા અને વિશ્વના લોકોનું કલ્યાણ કરનારા તપસ્વી મહાભાઓ તમે મારા પરમપ્રેમી ભક્ત બન્યા છો. તમે પર ભક્તિને પામ્યા છો. હવે તમે શેકથી રહિત પૂર્ણાનંદમય. થયા છો. હવે તમને આત્મજ્ઞાન પ્રગટ થયું છે.
For Private And Personal Use Only