________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૩.
જગન્નાથતીર્થનું માહાસ્ય અને ધમોપદેશ કાંડની ઉપગિતા અને તેને પ્રગટ થવાનું કારણ જાણવામાં નથી આવતું ત્યારે તેમાં મલિનતા, અશુદ્ધતા અને ગાડરિયા પ્રવાહની રૂઢિપ્રવૃત્તિની પરંપરા ચાલ્યા કરે છે. તેથી લોકો સત્ય આત્મજ્ઞાનથી અને ધર્મ પ્રવૃત્તિથી વિમુખ બને છે. અજ્ઞાન અને મેહાદિકનું જોર વધવાથી વિશ્વમાં અશાંતિ, યુદ્ધ, કલેશ, દુઃખ, હિંસા, જૂઠ, વ્યભિચાર, ખૂન વગેરે પાપકર્મની પ્રવૃત્તિ વધી પડે છે અને લોકો ત્રાહિ ત્રાહિ પોકારે છે, ત્યારે આત્માઓ અનેક જ્ઞાનાદિ શક્તિઓનો પ્રકાશ કરી વિશ્વ, દેશ અને ખંડનો ઉદ્ધાર કરે છે. ઈશ્વરી અવતારની મહત્તા અને ઉપયોગિતા તે કાળે અને તે દેશ સમ્યક્ સમજાય છે.
“ભવ્ય લોકો ! તમે મારા પૂર્ણ સ્વરૂપમાં સર્વે ઈશ્વરી અવતારોની સત્તા સમાય છે એમ સાપેક્ષ જ્ઞાનદષ્ટિએ જાણે અને મારા પર પૂર્ણ શ્રદ્ધા–પ્રેમ રાખી વર્તો. મારા આ જગન્નાથ તરીકે પ્રસિદ્ધ તીર્થમાં એક આચારભાવથી વર્તો
કલિયુગમાં છેવટે અહીં આવનારાઓનાં હૃદયમાં મારા ઉપદેશોની પ્રેરણા થશે. અહીં ભિન્ન ભિન્ન અને પરસ્પર વિરુદ્ધ ધર્મવાળાઓનું શિકય ભવિષ્યમાં પુનઃ પ્રગટશે. મારા નામનો જાપ જપનારા અહીં એકવાર જાપ જપવાથી કરોડો વાર જાપ કરવાના ફળને પામશે. મારા વડે સ્પર્શાયેલાં ભૂમિ, નદી, સરોવર, પર્વત વગેરે દ્રવ્યતીર્થ તરીકે પ્રસિદ્ધ થશે અને એ તીર્થમાં સાધુ, ત્યાગી અને બ્રાહ્મણોને યથાયોગ્ય દાન દેનારાઓ મુક્ત થશે.”
એ પ્રમાણે પરબ્રહ્મ મહાવીર પ્રભુએ રાજાઓને અને લોકોને સદ્ધર્મનો ઉપદેશ આપે. રાજાઓ અને ભક્ત લોકોએ પ્રભુ મહાવીદેવને સેંકડો વાર વંદન-નમન કરી તેમનું શરણ સ્વીકાર્યું. પ્રભુ મહાવીરદેવે ત્યાંથી મગધ દેશમાં વિહાર કર્યો.
For Private And Personal Use Only