________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૨
અધ્યાત્મ મહાવીર “કોઈપણ મનુષ્યને એકદમ બધ દેવાથી અને પિતાનામાં દે છે, મેહ અને અજ્ઞાન છે એમ જાણવા છતાં તે એકદમ દોષથી મુક્ત થઈ શકતો નથી. દુર્ગણીઓ અને દોષીઓ પર ઘણે પ્રેમ રાખે અને તેઓને બહુ વહાલ ધરીને સુધારો.
અનેક મનુષ્ય પોતાના દોષ જાણે છે અને એ દોષોને ટાળવા પ્રયત્ન કરે છે, છતાં પુનઃ પુનઃ પાછા પડે છે, તોપણ તેઓ પર પ્રેમ રાખે અને તેઓને ભય ન આપો. તેઓની સાથે આત્મવત્ ભાવ રાખો, એટલે તમારા જીવનની તેઓ પર ઘણી સારી અસર થશે.
આત્મન્નિતિના વિકાસમાં કેટલાક કીડી વેગે વહે છે અને કેટલાક અધવત વહે છે. તે સર્વને પ્રેમથી ચાહે અને તેઓના દે સામું ન જોતાં તેમને આશા, હિમ્મત, ઉત્સાહ અને પ્રેમ સમર્પો. એ જ જૈન ધર્મ છે અને એવી રીતે વર્તનારા જેને છે. મારા ભક્તોમાં દષ્ટિબિંદુઓના ભેદે પ્રથમાવસ્થામાં ધર્મોમાં ભેદે વર્તે છે, પણ જેમ જેમ તેઓ વિશાળ જ્ઞાનદષ્ટિના પ્રકાશથી દેખે છે તેમ તેમ તેઓ એકમતવાળા બને છે. મારા ભક્તો અસંખ્ય ગધર્મોનું રહસ્ય જાણે છે. તેથી તેઓ ધર્મભેદે મૂંઝાતા નથી. તેઓ સૂમમાં સૂક્ષમ અનંત તેજવાળા આત્મમહાવીરને સાક્ષાત્કાર કરે છે અને સ્થળમાં– કર્મપ્રકૃતિયોગે બનેલા દેહમાં રહેલ આત્મમહાવીરને દેહની સાથે અનુભવે છે.
કોઈપણ ધર્મની ઉપયોગિતા કઈ દષ્ટિએ, કોના માટે અને કેવી પરિસ્થિતિમાં છે તે જાણે. કયા દેશમાં, કયા કાળમાં કેવા પ્રકારના લોકોને કે ધર્માચાર અનુકુળ થઈ પડે છે તે. ગુપ્ત તત્તવ જ્ઞાની મહાત્માઓ મારી કૃપાથી જાણી શકે છે. તેથી તેઓ દેશકાળાનુસારે અમુક લોકોને માટે અમુક ધર્મ કે વિચાર–આચાર પ્રગટાવે છે. પશ્ચાત્ ધર્માચાર અને ક્રિયા
For Private And Personal Use Only