________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૮
અધ્યાત્મ મહાવીર વસ્ત્રની પેઠે દેહને ત્યાગ કરે છે. તે વ્યવહારથી વ્યવહારનાં કર્મો કરે છે, પરંતુ તેને પિતાનાં માનતા નથી તથા તેમાં રાગ કે દ્વેષભાવથી લેપાત નથી. તેથી નિલેપ જ્ઞાનીને પુનર્જન્મ કે મરણ નથી. સુકાયેલ નાળિયેરના ગોળા જે જ્ઞાની હોય છે. જેમ સૂકેલું નાળિયેર ભાગતાં કાચલ અને ગોળે જુદા પડે છે, તેમ જ્ઞાની મહાત્મા આયુષ્ય છતાં શરીર, પ્રાણ અને મનના મેહથી છૂટા પડીને નિર્મોહભાવે પ્રવર્તે છે. તેથી તે દેહથી છૂટો થતાં સ્વતંત્ર, મુક્ત, શુદ્ધ, બુદ્ધ, મહાવીરદેવ થાય છે.” આત્માનું અમરપણું :
દેહ છતાં જીવતાં જે મહાવીર છે તે દેહ અને પ્રાણને વિયેગ થતાં પણ મહાવીર છે. આત્મા ત્રણે કાળમાં મરતો નથી, જે વિનાશ પામે છે તે આત્મા નથી—એમ ભક્તો અને જ્ઞાનીઓ જાણે છે. ભક્તો અને જ્ઞાનીઓ મૃત્યુકાળે આત્મામાં સ્થિર થાય છે તેથી તેઓને વિશ્વમાં રસ લાગતો નથી. મરણવખતે જ્ઞાનામાઓ સર્વ ધર્મશાસ્ત્રોની યાદી કરી શકતા નથી. તેઓ આત્મમહાવીરમાં લગની લગાડે છે. મૃત્યુના દુઃખથી પૂર્વના મનના અભ્યાસે તેઓ કદાર બૂમો પાડે તો તેથી તેઓને નિર્બળ અને અસમાધિમરણવાળા નહિ જાણવા.
“મૃત્યુવખતે ભક્તજ્ઞાની ગભરાઈ જતો નથી, કારણ કે તે જાણે છે કે આત્માની મુસાફરીમાં મરણથી આગળ માર્ગ ખુલ્લો થાય છે એક દ્વાર પછી અન્ય દ્વારમાં પ્રવેશ થાય છે, તેમ મૃત્યુ થકી આ ભવમાં કરેલાં કર્મનું ફળ ભેગવવા અન્યાવતારનાં દ્વાર ઊઘડે છે અને તેથી આત્માની ઉન્નતિ થાય છે.” રૂપાંતરતા:
“આત્માનું પર્યાય દષ્ટિએ રૂપાંતર થવું તે આત્માનું પર્યાયમૃત્યુ છે, અને એવું મૃત્યુ સમયે સમયે થયા કરે છે. મનનું અન્ય વર્ગણાઓના વિચારોની અપેક્ષાએ રૂપાંતર થવું તે મને મૃત્યુ છે.
For Private And Personal Use Only