________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪. મૃત્યુ પછીનું જીવન
રાજગૃહીમાં શ્રેણિક રાજા રાજગાદીએ બેઠા હતા. તેની ચેલણા નામની પટરાણ હતી. મગધદેશના બળદેવ ગ્રામમાં અગ્નિવૈશાખ નામને તાપસ સરોવરકાંઠે મઠમાં રહેતો હતો. તે મૃત્યુ પામવાની તૈયારીમાં હતા. પ્રભુ મહાવીરદેવ તેની પાસે ગયા. ધર્મકેતુ કુલપતિએ પ્રભુની પાસે આવી વંદન કર્યું. પ્રભુ બેઠા ત્યાર બાદ કુલપતિ, તાપ અને બ્રહ્મચારીઓ બેઠા. અગ્નિશાખને બોધ–મૃત્યુનું સ્વરૂપ:
અગ્નિશાને પ્રભુને બે હાથ જોડી, વંદન કરીને કહ્યું કે, “હે પ્રભો ! આપનાં દર્શન કરવાની મારી ઉત્કટ ઈચ્છા હતી. આપનાં દર્શન કર્યા બાદ શરીર છૂટે તે ઠીક એવી ઈચ્છા હતી તથા આપની પાસે મૃત્યુનું સ્વરૂપ જાણવાની ઈચ્છા થઈ હતી. સ્વમમાં ઘણી વખત આપનાં દર્શન થતાં હતાં. મારી એકસો પચીસ વર્ષની ઉંમર થઈ છે. હવે દેહત્યાગ કરવાને સમય આવ્યે છે. શરીરમાંથી પ્રાણ છૂટે ત્યારે આત્મા કઈ ગતિમાં ગમે તે શી રીતે જાણે શકાય તેને પ્રકાશ કરશે.
સર્વ જાતિના ઋષિ-મુનિઓએ પ્રકાણ્યું છે કે આપ મહાવીર પરબ્રહ્મદેવ અવતર્યા છે. મને એવી શ્રદ્ધા પ્રગટી છે. આપનું શરણ મેં અંગીકાર કર્યું છે. મેં બાલ્યાવસ્થાથી અખંડ બ્રહ્મચર્ય પાળ્યું છે. અહિંસા, સત્ય, અસ્તેય, સંતોષથી જીવન ગાળ્યું છે. મારી પાસે રહેનાર આ બેઠેલાં મૃગોએ
For Private And Personal Use Only