________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૬
અધ્યાત્મ મહાવીર પગે પડે તેટલાથી તમે મેહને જીતી લીધું છે એવું ન માનો. અન્ય લોકો કરતાં તમારામાં લાખ-કરોડગુણ બુદ્ધિ વધારે હાય તેથી તમે આત્મજ્ઞાનને પામ્યા એવું ન માને. આત્માનો. અનુભવ થયા બાદ આત્માનંદનો અનુભવ આવે છે અને ત્યાર પછી મેહ જિતાય છે.
પારમાર્થિક કાર્યો કરતાં નામ, રૂપ, કીર્તિ, વાસના, મેહ ન પ્રગટે એવો ખાસ શુદ્ધ પગ રાખો. નિકાચિત પ્રારબ્ધકર્મથી શાતા અગર અશાતા વેદતાં નિર્મોહ અને નિર્લેપ રહેવાનો ઉપયોગ રાખો અને પોતાનામાં જે નિર્મોહતા, પ્રગટે તે પ્રસંગે અન્ય લોકો જાણી શકે એવા ઉપયોગથી વર્તો..
તમને જે શરીર, મન, વાણું આદિ સાધનની પ્રાપ્તિ થઈ છે તે અનંત પુણ્યથી થઈ છે. તેથી શરીર, મન, વાણીને અનંતગણે સદુપયોગ કરો. કોઈનાં શરીર, વાણી વગેરે ઉપયોગી સાધનનો નાશ કરવાને સૂક્ષ્મ સંકલ્પમાત્ર પણ ન કરે. કોઈની સ્વપર ઉપગી અને હિતકારક સ્વતંત્રતાનો નાશ ન કરે. અન્યાત્માઓની પેઠે સ્વાત્માની એકદમ ઉન્નતિ ન થાય તેથી નિરાશ ન બનો, પણ સદા આશા રાખી અભ્યાસી બનો. પુરુષાર્થ કરતાં વચ્ચે વિનો આવે તથા વારંવાર દે પ્રગટે, તો પણ તેથી હતાશ ન થાઓ. જે કંઈ પુરુષાર્થ એક ક્ષણ સુધી કરેલ હોય છે તે પણ ઉપયોગી છે અને તેનું સૂક્ષ્મ ફળ થાય છે, એમ જાણી પુરુષાર્થથી પાછા ન પડે.
હજારો લાખો વખત પતિત થવાનો પ્રસંગ આવે અને દુનિયા હડધૂત કરે તો પણ આનંદથી આત્મગુણે પ્રાપ્ત કરવાને પુરુષાર્થ કરો. તમે દુનિયાના અભિપ્રાય તરફ મન રાખીને પુરુષાર્થ ન કરો, પણ લાખો વખત પડી જાઓ તો પણ મારા તરફ દૃષ્ટિ રાખીને આગળ ચઢવાની આશાએ પુરૂષાર્થ કરો. તમે ચઢીને પાછા પડી જાઓ તેથી તમે વધારે પાપી બનતા.
For Private And Personal Use Only