________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર નથી. આત્મપ્રેમીઓ જ પ્રભુપ્રેમીઓ છે અને તેઓ એક ક્ષણ માં સર્વ કર્મને વિખેરી નાખે છે. આત્મપ્રેમીઓ બને. આત્મપ્રેમને નહીં પ્રગટાવનાર એવાં પોથાંથથાને ઉપયોગી ન ગણે. આત્મપ્રેમમાં વિન્ન કરનાર અને લોભાદિથી સર્વ ને એકાત્મા ભાવમાં નહીં ઉતારનાર એવા મતભેદ, પક્ષ અને કદાગ્રહ થકી દૂર રહો. હદયમાં શુદ્ધ પ્રેમભક્તિ એ જ સ્વર્ગ છે, એ જ મુક્તિ છે અને મોહ એ જ નરક છે. નરકાસુરમેહને હણે અને સ્વર્ગસુરને હૃદયમાં પ્રગટાવો. સર્વ જી સાથે વિશુદ્ધ પ્રેમથી આત્મવત્ વર્તે. શુદ્ધ પ્રેમમાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે. આત્મપ્રેમીઓને ડગલે ડગલે યજ્ઞ, તપ અને જપ છે. આત્મપ્રેમીઓમાં શૌર્ય, દયા, બંધુભાવ, સત્ય, આદ્રતા, અને મિષ્ટતા છે. મારા પ્રેમી બનો. પ્રેમ વિના સેવા, ભક્તિ, વિનય કે જ્ઞાન નથી. પ્રેમ વિનાના શુષ્ક હૃદયમાં સગુણોને પ્રકાશ થતો નથી. પ્રેમ વિનાની ઉદાસીનતાથી મૃત્યુ છે. પરસ્પર એકબીજામાં મને જેઓ મળવા ચાહે છે તેઓ ભક્તો છે. મારા પ્રેમીઓ વિશ્વબાગમાં સર્વ જીવોને હાનિ કે હિંસા કર્યા સિવાય વિચરે છે. મારા પ્રેમીઓ અને મારામાં ભેદ નથી.
હે વ્રજવાસીઓ! તમે મારા પ્રેમથી અહીંયાં અનેક પ્રકારનાં નિર્દોષ આનંદરૂપ સ્વર્ગોને પ્રગટાવે અને કાલ્પનિક દુઃખનાં નરકોને હટાવો. હે વ્રજવાસીઓ ! તમે અતિથિઓની સેવા કરે, નિર્દોષ કીડાઓથી આનંદમાં રહો. મારા ભક્ત ! તમે સર્વ લેકમાં મને દેખે. ગરીબ લોકોની સેવા કરો. રોગીઓના રોગો ટાળવા ઔષધોનું દાન કરો. પશુઓની અને પંખીઓની હિંસા થતી અટકાવો. કોઈ પર જુલ્મ ન ગુજારે. તમારી પાસે જે કંઈ હોય તેમાંથી અન્ય લોકોને ખપ પૂરતું આપે. ગાયે પાળનારા વાળાને સહાય આપો. ત્યાગી ઋષિઓની ભક્તિ કરો. અનેક પ્રકારના સાધુઓની સેવાભક્તિ કરો. રાંધેલા ભોજનને વેચવામાં જેટલું પાપ છે તેટલું પાપ
For Private And Personal Use Only