________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૫
આત્માનું સ્વરૂપ નથી. દેહના વૃદ્ધાદિ પર્યાયેથી મારો આત્માનંદ ઘટતો નથી, પણ વધે છે. એવા અડગ નિશ્ચયથી પ્રવર્તે. મનને આત્મામાં લીન કરો, એટલે સર્વાવસ્થામાં આત્મરૂપે દેખાશે.
“તમે પિતાને દુઃખ, નિરાશા, હીનતા, દીનતા, પરાધીનતા વગેરે ખરાબ વિચારો કરીને જેટલા દુઃખી કરે છે તેટલા દુઃખી કરવાને સર્વ દુનિયા પણ સમર્થ થતી નથી. જે આત્માને ભૂલે છે તે દુઃખરૂપ અંધારામાં પ્રવેશ કરે છે અને જે આત્મરૂપ પ્રકાશમાં ગમન કરે છે તેને દુઃખરૂપ અંધકાર દેખાતું નથી. વૃદ્ધાવસ્થામાં શાંતિ અને સુખ ભોગવવાં હોય તો આત્મદષ્ટિથી વર્તી અને આત્મદષ્ટિ પામેલાઓથી ઘેરાયેલા રહો, જેથી આજુબાજુથી તમને આત્મત્સાહ મળતો રહે. વૃદ્ધાવસ્થામાં આત્માને આત્મભાવથી ભાવે અને મેહાદિ ભાવને ભૂલી જાઓ. મર્યા પૂર્વે તમે જેવા મનથી અને આત્માથી થશે તેવા મૃત્યુ પછી પુનર્જન્મમાં થવાના એ સિદ્ધાંત અચળ માની પ્રવર્તે. મનનું પ્રતિબિંબ દુનિયા છે. મનને નિષ્ક્રિય કરો એટલે તમો સદેહાવસ્થામાં નિષ્કિય જ છે, એમ પિતાને અનુભવશે. લાખો શાસ્ત્રોના ગોખણપટ્ટીના અભ્યાસ કરતાં મનમાં સદ્વિચારો પ્રગટાવ્યાનો અભ્યાસ કરશે. મારો પ્રતિનિધિ બલ્ક મારા જે પરમેશ્વર ખરેખર મનુષ્ય જ થઈ શકે છે. જીવ તે જ શિવ છે. આત્મા તે જ પરમાત્મા છે. કાચી બે ઘડીમાં મનુષ્ય પોતે પરમાત્મજીવન પ્રાપ્ત કરી શકે છે. માટે નિરાશ કે દીન ન બને. મનની દુર્બળતા છાંડીને હિંમત રાખી બહાદુર બને.
“પવિત્રમાં પવિત્ર રીતે વૃદ્ધાવસ્થા ગાળે અને તમે મારામાં તન્મય બની જાઓ. નિરુત્સાહી અને નિર્વીર્ય મનુષ્યો મને પ્રાપ્ત કરી શકતા નથી, પણ ઉત્સાહી, શ્રદ્ધાળુ અને પ્રેમી મનુષ્ય મને પ્રાપ્ત કરી શકે છે. મનને લાગેલી નિરુત્સાહરૂપ ઊધઈને ઝટ દૂર કરે અને આનંદથી ઊઠે. વૃદ્ધાવસ્થામાં યુવકોને ભુલાવે
For Private And Personal Use Only