________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૦
અધ્યામ મહાવીર સંપૂર્ણ મુક્તતાને પામે છે. પ્રભુને આ ઉપદેશ શ્રવણ કરીને નારાયણ ઋષિ નિઃશંક થયા અને તેમણે પ્રભુનું શરણ સ્વીકાર્યું. વાસના–મૃત્યુ અને દુઃખરૂપ:
પ્રભુએ કાશીનગરીના સર્વ લેકેને કહ્યું કે, “હે મનુષ્યો ! તમે સત્ય જ્ઞાનથી છે. મિથ્યા કદાહો ત્યાગ કરે. આત્મજ્ઞાનને શ્રેષ્ઠ જ્ઞાન સમજે. શાસ્ત્રવાસના, વિષયવાસના, લેકવાસના અને કીર્તિવાસનાની પેલી પાર સર્વ પ્રકારની વાસનાથી રહિત એવા શુદ્ધાત્મસ્વરૂપને સાક્ષાત્કાર કરો. જ્યાં વાસના છે ત્યાં આત્માના આનંદને પ્રકાશ નથી. સર્વ પ્રકારની વાસનાએ જ પિતાના શત્રુઓ છે. તેઓને મારી હઠા. વાસનાઓ જ મૃત્યુ અને દુઃખરૂપ છે. વાસનાઓ જ સ્થૂલ વિશ્વમાં સર્વ લેકને અવતારો આપે છે. વાસનાઓ જ્યાં સુધી મનમાં પ્રગટે છે ત્યાં સુધી કોઈ આત્મા અરિહંત, જિન, વીતરાગ નથી. બ્રહ્મ એ જ આત્મા છે. આત્માના સ્વાભાવિક આનંદરસથી વાસનાએમાં અશાંતિ અને દુઃખ છે એ નિશ્ચય થાય છે. આત્મા વિના અન્ય કંઈ આનંદરૂપ નથી એવા નિર્ણય પર આવનારા મારા ભક્તોને સર્વ વિશ્વમાં કોઈ ભય કે દુઃખ કરનાર નથી.
મારા ભક્તો પરમાનંદરૂપ પિતાને અનુભવે છે. પશ્ચાતુ તેઓ પરબ્રહ્માવિર્ભાવને પામી પૂર્ણ બ્રહ્મ, વ્યક્તસ્વરૂપી બને છે. હે લેક! આત્મામાં સુખ છે. આત્મજ્ઞાની દુઃખને ભૂલી જાય છે. તમે અરસપરસમાં શત્રુભાવ ન રાખો, વૈર લેવાની બુદ્ધિ ન રાખે. એકબીજાને સહાય આપવામાં સ્વાર્થ, વૈર, ભેદભાવને ભૂલી પ્રવૃત્તિ કરો. કુટુંબકલેશની વૃત્તિઓને ભૂલી જાઓ. હાથે હાથ મેળવીને, ઐકય કરી પ્રવર્તે. ધન, સત્તા કે વિદ્યાને દુરુપયોગ ન થાય તે માટે સર્વ પ્રસંગોમાં સાવધાન રહો.
યુવાવસ્થામાં જ ધર્મનું સારી રીતે આરાધના થાય છે. યુવાવસ્થામાં પગલે પગલે ભૂલો થવાને પ્રસંગ આવે છે, માટે
For Private And Personal Use Only