________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪
અધ્યાત્મ મહાવીર
પ્રભુને પ્રણામ કર્યાં. ત્યાં અનેક ઋષિએ આવીને પ્રભુને પગે પડચા અને પ્રભુ મહાવીર ભગવાનના નામનેા જયઘાષ, સ્તુતિ, પ્રદક્ષિણા, નમન, વંદન, પૂજન કરી કહેવા લાગ્યા કે, ‘હે પ્રભુ! આપચાવીસમા પરમેશ્વર મહાવીરપ્રભુદેવ છે. શ્રી પાર્શ્વ પ્રભુએ અમારા ગુરુના ગુરુને જણાવ્યું હતું કે જ્યારે સર્વે ધરાવતાર મહેશ્ર્વર મહાવીરદેવ સરસ્વતીના મૂલ સ્થાન પર પધારશે. ત્યારે છ ઋતુએ એક કાલમાં ફળેલી દેખાશે, આકાશમાંથી દેવે પુષ્પ, મેવા, મીડાઈ, દિવ્ય વસ્ત્રો વગેરની વૃષ્ટિ કરશે અને આરાસુરપ તમાં રહેલા રાક્ષસેા એકદમ પ્રભુને દેખી ધસી બની જશે તથા સરસ્વતીદેવી એકદમ પ્રગટ થઈ પ્રભુને વાંદશે પૂજશે સ્તવશે. એ લક્ષણથી જાણવું કે પરબ્રહ્મ મહાવીરદેવ આવેલા હશે. પરમગુરુઓના કથન પ્રમાણે આપના પધારવાથી એ પ્રમાણે ચમત્કારે અન્યા છે, માટે આપ ચરમતીર્થંકર મહાવીર દેવ છે.
‘શ્રી પાર્શ્વનાથ તીર્થ કરે જણાવ્યું હતુ` કે સર્વોત્તમ સ દેવપતિ પ્રભુ મહાવીર પધારે ત્યારે તમેા સર્વે તેમની આજ્ઞા સ્વીકારશે.’પ્રભુએ તેઓને ભક્તો તરીકે સ્વીકાર્યા. પ્રભુએ શરણે આવેલા રાક્ષસેસને ભક્તો કર્યા. આરાસુરપતિવાસી ક્ષત્રિયા, બ્રાહ્મણે, વૈશ્યા અને શૂદ્રોએ પ્રભુનું શરણ સ્વીકાયું. અને પ્રભુના ભક્તજના બન્યા.
અબિકા–આખ્યાન :
એવામાં અખિકા નામની દેવી, કે જે દેવી સિંહના પર સવારી કરતી અને બાળકાને બન્ને પડખામાં બેસાડતી, તે પ્રગટ થઈ. તે દેવી પૂર્વે બ્રાહ્મણની કન્યા હતી. તેને જન્મ આરાસુરપ તમાં રહેનાર પૂર્ણ ભદ્ર બ્રાહ્મણને ત્યાં થયા હતા. તેનું લગ્ન સૌરાષ્ટ્રમાં વામનસ્થલી નગરીમાં વક્રમતિ બ્રાહ્મણની સાથે કર્યું' હતું. અંબિકા શ્રી નેમિનાથ ભગવાનની શ્રાવિકા હતી તેથી તે સાધુએની સેવાભક્તિ કરતી હતી. તેના ઘેર
For Private And Personal Use Only