________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨
અધ્યાત્મ મહાવીર કુર સિંહ છતાં હવે જાગ્રત થયું છે અને ગાય પણ પિતાને પૂર્વજન્મ જાણીને હવે ધર્મ ન કરવાને લીધે પશ્ચાત્તાપ કરે છે. હે સિંહ! હવે તું ધર્મ કર.” પ્રભુ મહાવીરદેવનો આ ઉપદેશ શ્રવણ કરીને સિંહ ધમી બન્યો. પ્રભુના ચરણકમલમાં તેણે મસ્તક નમાવ્યું અને પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દઈ અને વંદનનમન કરી આંખમાંથી અશ્રુ વર્ષાવત મનથી વિનતી કરવા લાગ્યું કે, “હે પ્રભો ! આ વિશ્વના પ્રભુ તમે છો. આપની આજ્ઞા પ્રમાણે વિશ્વ પ્રવર્તે છે. હે પ્રભો ! મારો ઉદ્ધાર કરે. હે પ્રભો! મારા પૂર્વજન્મને મેં દીઠા, તેથી હવે સિંહનું શરીર મને ગમતું નથી તથા માં રક્તના આહારથી જીવવું ગમતું નથી.. સારા મનુષ્યને વિષ્ટામાં પડી રહેવું ગમે નહીં, તેમ હવે આ સિંહના શરીરમાં રહેવું મને જરા માત્ર પણ રુચતું નથી. હે પ્રભુ! મને અનશનવ્રત સ્વીકારવું ગમે છે. આ ભવમાં અને પૂર્વ ભવમાં કરેલાં સર્વ પાપોનો નાશ થાય એવી કૃપા કરો. આપ જ હવે મારી ગતિ છે. આ૫નું શરણ સ્વીકારું છું. આપે અહીં આવીને આપનું નામ જપનારા ભક્તોને ઉદ્ધાર કર્યો. હે પ્રભે! આપનું હું હવે ધ્યાન ધરું છું.” એ પ્રમાણે સિંહે મનમાં પ્રાર્થના કરી અને અનશન વ્રત સ્વીકારી કાયાને મેહ દૂર કર્યો.
પરમાત્મા મહાવીરદેવે સિંહને નિર્મોહભાવને ઉપદેશ કરી કહ્યું કે, “હે સિંહ! તે મનુષ્યભવ અને દેવભવના અનેક અવતાર લીધા છે. હવે કોઈ પણ જડપર્યાયમાં આત્માધ્યાસ ન નાખજે. જે દશ્ય શૂલા દેહ વગેરે આકારે છે તે તું નથી અને તે તારા નથી. તું જ્ઞાનતિમય છે. ચિદાનંદમય તારું આત્મસ્વરૂપ છે. શરીર દ્વારા થતા દુઃખને સહન કર.”
એ પ્રમાણે પ્રભુનો ઉપદેશ શ્રવણ કરી સિંહે ઈન્દ્રિયોને ગોપવી. અને મનને પ્રભુમાં સ્થાપ્યું. સાત દિવસ જીવીને સિંહે શરીર છોડ્યું અને જતિષ નામની દેવગતિમાં સિંહ રાશિને અધિ
For Private And Personal Use Only