________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
અધ્યાત્મ મહાવીર આસ્વાદાતું નથી. મન જે ઘણા વખત સુધી આત્માના ચિદાનંદ સ્વરૂપમાં લયલીન બને છે તે મનમાં જડ-ચેતન એમ બે ભાવનો દૈતભાવ વેદાતો નથી, રાગદ્વેષરૂપ દ્વૈતભાવ વેદાતો, નથી. મન એમ આત્મામાં લીન થઈ જતાં આત્મજ્ઞાનથી સર્વ પદાર્થોને જાણવા છતાં મનની દ્વતતા રહેતી નથી. એવા યેગને જ્ઞાનગ, રાજગ જાણ. રાજગમાં રહેતાં અનંત.. શક્તિઓને પ્રકાશ થાય છે. આત્માનાં અનંત નામે છે અને એ અનંત નામમાં મહાવીરનામ શ્રેષ્ઠ છે. આત્માની સન્મુખ રહેલું મન જે જે યોગ્ય સંકલ્પ કરે છે તે સિદ્ધ થાય છે. ઈડા, પિંગલા અને સુષણ નાડીના પ્રવાહને બંધ કરીને જેટલા વખત સુધી આત્માના ઉપયોગમાં રહેવામાં આવે છે. તેટલા વખતમાં અસંખ્ય ગોનું ફલ પ્રાપ્ત થાય છે. ઈડાનાડી, પિંગલાનાડી અગર સુષુમ્ભાનાડી વહેતી હોય, પરંતુ જેટલા વખત સુધી આત્મામાં મન ડૂબી ગયેલું હોય છે તેટલા વખતમાં અસંખ્ય યજ્ઞોનું ફળ પ્રાપ્ત થાય છે. એકવાર બે ઘડી સુધી આત્મામાં નિર્વિકલ્પભાવે મન લીન થાય છે તે જીવતાં અવશ્ય મુક્તિનો અનુભવ આવે છે અને પશ્ચાત્ મૃત્યુ થતાં આત્મા જ્ઞાનભાવે સજીવન રહે છે. પશ્ચાત્ કર્મયોગે જો લેવા પડે છે તે પણ તેમાં ઇશ્વરાવતા તરતમગ થાય છે. એકવાર આત્માને અપક્ષ અનુભવ થયે કે તે પછી અશુભ કર્મો કરવા છતાં પણ અંતરથી શુભાશુભ કર્મવૃત્તિ નહીં રહેવાથી આત્મા નિબંધ રહે છે. શુભાશુભ પરિણામ વિના સર્વ દૃશ્ય પદાર્થો આત્માને બાંધવા શક્તિમાન થતા નથી, પછી બાહ્ય વ્યવહાર ગમે તે હોય તેથી આત્માની શુદ્ધિમાં હરકત આવતી નથી.
લોકવાસનાવૃત્તિને જીત્યા વિના કોઈ સ્વતંત્ર બનતો નથી. આત્માની નિર્લેપતા પિતાને અનુભવાય તે તરફ લક્ષ દે, પણ લોકની માન્યતા તથા કહેણી પર લક્ષ ન દે. દુનિયાના.
For Private And Personal Use Only