________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર કાળમાં ઊખડી જાય છે. દુષ્ટ રાજ્યોને નાશ થાય છે. મારી આજ્ઞા પ્રમાણે સર્વ લોકોને એકસરખી રીતે આજીવિકાદિ લાભ મળે એવી રીતે જેઓ રાજ્ય ચલાવે છે તેઓ લાંબા કાળ સુધી રાજ્ય ચલાવી શકે છે. તક્ષશિલાનું આયુષ્ય ટૂંકું છે. તેના પર અનેક જાતિઓની સવારીઓ આવશે. છેવટે જંગલી લોકોની સવારીથી તેનો નાશ થશે. તક્ષશિલા નગરીના સ્મશાનમાં ઇતિહાસ દટાય રહેશે. જે પ્રજાઓ મૃત્યુથી ડરી, પરતંત્ર બની જીવવા ઈચ્છે છે અને સ્વાર્થના કીચડમાં કીટકનું જીવન ગાળે છે તે અંતે વિનાશ પામે છે; તેની પરંપરા રહેતી નથી.
રાજાઓ અને પ્રજાઓ ધર્મથી ભ્રષ્ટ થઈને પિતાની મેળે પડતી પામે છે. મારી આજ્ઞાથી વિમુખ થયેલા રાજાઓ મારા દેહના વિલય પછી તક્ષશિલા લેવા વરની પેઠે દડદડા કરશે. છેવટે મારી ભક્તિથી વિમુખ થયેલાઓ તીડની પેઠે પૃથ્વીમાં સમાઈ જશે. પ્રભુની મૂર્તિને નહીં માનનારો એક પક્ષ ઊઠશે. તે પૂર્વે થોડા શતકમાં તક્ષશિલા દટાઈ જશે. પૃથ્વી પર જ્યાં જળ હોય છે ત્યાં સ્થળ થાય છે. શ્રી ઋષભદેવ ભગવાનના વખતથી તે આજ સુધીમાં સમુદ્રોમાં અને પૃથ્વીમાં ફેરફાર થયા છે. કેટલાક દેશે દરિયામાં ડૂબી ગયા છે અને દરિયાના ટુકડા થઈ ગયા છે. સુવર્ણવાલુકા નદી, દ્વીપ વગેરે સ્થાનમાં જળવાયુના ફેરફાર થઈ ગયા છે. તે ફેરફાર મનુષ્યના કર્મયોગે બનેલા છે.
“ઋષિઓ અને મુનિઓ! તમે સાવધાન થઈને પ્રવર્તે. કલિયુગમાં ધર્મના ફેરફારને લીધે લેકે પરસ્પર શોથી લડશે અને એકબીજાને નાશ કરવા પ્રયત્ન કરશે. મારા ઉપદેશેલ ધર્મ સિવાય અન્ય દુષ્ટ ધર્મો અને દુષ્ટ ધર્મીઓનાં રાજે પૃથ્વી પર વારંવાર ફેરફાર પામશે અને અંતે નષ્ટ થશે. ધર્મબળ વિના એકલા શસ્ત્રબળથી રાજ્ય રહી શકતાં નથી. કલિયુગમાં સર્વ પ્રકારના બાહ્યાંતર બળની આવશ્યકતા રહેશે. વિદ્યા પછી ક્ષાત્રબળ, તે પછી વૈશ્યબળ અને તે પછી શુદ્ધબળથી રાજ્ય
For Private And Personal Use Only