________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પs
તાપસાશ્રમમાંથી પ્રભુનો વિહાર જૈનધર્મને પાળો છે. શ્રી પાર્શ્વનાથ તીર્થકરના ઉપદેશરૂપ વેદને તમે ભણે છે. આમ પ્રભુએ ઉપદેશ આપ્યો.
ઋષિમુનિઓ વગેરે સર્વ લોકોએ પ્રભુને વંદી પૂછ ઉપદેશ સ્વીકાર્યો અને સિંધુદેશના સર્વલેએ પ્રભુનું શરણ સ્વીકાર્યું.
પ્રભુની પાસે સમુદ્રના અધિષ્ઠાતા વરુણદેવ આવ્યા અને કહ્યું કે, “હે પ્રભો ! તમારી આજ્ઞા પ્રમાણે સમુદ્રો પ્રતિ મારું કર્તવ્ય બજાવું છું.' અરબસ્તાન વગેરે દેશે પ્રતિ ગમન:
પ્રભુએ ત્યાંથી અરબસ્તાન, યરૂશેલમ, ઈરાન, રૂમ વગેરે દેશમાં વિહાર કર્યો. તે તરફના લોકો જડ હિંસક અજ્ઞાની હતા. પ્રભુએ તેમને ચમત્કારોથી પિતાની તરફ આકર્ષ્યા. પ્રભુએ બાબીલોનના વિદ્વાનને પ્રતિબધી ભક્તો બનાવ્યા. બાબીલેનમાં અધમી રાજા અને પ્રજા થતાં બાબીલે દેશની પડતી થશે એમ જણાવ્યું. અગ્નિ, સૂર્ય, જલ વગેરેમાં પરબ્રહ્મ મહાવીર દેવની પ્રભુતા સ્થાપી તે તરફના લોકો અગ્નિ, સૂર્ય, જલમાં પ્રભુની મહત્તા દેખવા લાગ્યા અને તેમને પૂજવા લાગ્યા. જે જે શકિતમય પદાર્થો હતા તેમાં તેઓ મહાવીરને જોવા લાગ્યા અને પરમાર્થ કર્મરૂપ યજ્ઞમાં આત્માહતિઓને આપવા લાગ્યા. પ્રભુની શક્તિની વેદિકા કરીને તેમાં પવિત્ર અગ્નિ ચેતાવવા લાગ્યા. પરબ્રહ્ય મહાવીરને તેઓ સૂર્ય વગેરેમાં જોવા લાગ્યા. સૂર્ય, અગ્નિ, જલ, નદી, સાગર વગેરેને પ્રભુનાં પ્રતીક માની પૂજવા લાગ્યા. યહોવાહ અર્થાત્ યજ્ઞવાહક શ્રીમહાવીરદેવ છે અને તે જ વિશ્વના પાલક પ્રભુ છે, તે શરીરની અપેક્ષાઓ સાકાર છે અને સર્વ જડ પદાર્થો કરતાં સૂક્ષ્મ અને પરમાણુ વગેરે પણ જેના નૂરમાં ઓતપ્રોત થઈ રહ્યાં છે એવા નિરાકાર પરબ્રહ્મ મહાવીરદેવ અનાદિ અનંત છે એમ અનુભવવા લાગ્યા.
શ્રી નેમિનાથ અને પાર્શ્વનાથના સમયના ઋષિઓએ
For Private And Personal Use Only