________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'
લાપસાશ્રમમાંથી પ્રભુને વિહાર દિકથી ગુરુની કે દેવની આશાતના કરવાથી ધર્મબુદ્ધિને નાશ થાય છે અને તેઓ મારા પ્રેમી બની શકતા નથી. કુમારી કન્યાઓના બ્રહ્મચર્યને બળાત્કારથી યા અન્ય રીતે પણ ભ્રષ્ટ કરવાથી તથા સતીઓનાં વ્રત ભ્રષ્ટ કરવાથી આત્મશુદ્ધિમાં મહાવિદ્દો આવે છે તથા અનેક પાપ લાગે છે. બ્રહ્મચારી કુમારોના બ્રહ્મચર્યને નષ્ટ કરનાર સ્ત્રીઓને અને કુમારી કન્યાઓને મહાપાપ લાગે છે. કુમારી કન્યાઓની ચોરી કરનારને ખરાબ આશીર્વાદ લાગે છે અને તેથી ખરાબ આશીર્વાદ ગ્રહણ કરનારનું આ ભવમાં બૂરું થાય છે તે લોકો પ્રત્યક્ષ દેખી શકે છે.
વિના વાંકે પતિ જે પત્નીને સતાવે છે અને પત્ની જે પતિને સતાવે છે તો તેથી એકબીજાનું બૂરું થાય છે. માતાપિતા અને ગુરુની સેવાભક્તિ કરનાર જ મારો ભક્ત બની શકે છે. જે દેશમાં લેકે ત્યાગી ઋષિઓની હાય લે છે તે દેશમાં પાપને સમૂહ પ્રગટે છે અને તેથી દેશની પડતીનાં લક્ષણે અને ઉત્પાતો પ્રગટી નીકળે છે. સંતોની હાય લેનારાઓ કદાપિ સુખી થતા નથી. ખરાબ આશીર્વાદ દઈને સામે ખરાબ આશીર્વાદ ગ્રહણ કરે નહીં. શુભ વા અશુભ જેવો આઘાત તે પ્રત્યાઘાત થાય છે.
“તમો જેવું બીજાનું ઈચ્છશે તેવું તે તમારું ઈચ્છશે. તમે અન્ય પ્રતિ જેવા થશે તેઓ તમારા પ્રતિ તેવા થશે. અન્યનું ખરાબ કરીને હદયને મલિન બનાવવાથી હદયમાં મારો પ્રકાશ પડી શકતો નથી. જેઓને અસંખ્ય જન્મ લેવાના હોય છે તેઓને મારા પર વિશ્વાસ આવી શકતો નથી. જેઓ પાખંડીઓના સંગથી ભરમાયેલા છે તેઓ સંશયી અને બ્રાંત બનીને મારા પર વિશ્વાસ કે પ્રેમ ધારણ કરી શકતા નથી. તેઓ પ્રેમને ગ્રહી શકતા નથી. એટલે આત્મા ઉદાર બનશે તેટલું તે ગ્રહણ કરશે. વિનયપૂર્વક વૈયાવૃત્ય કરીને સંતના શુભ આશીર્વાદ ગ્રહણ કરો. ધમીઓનું મન પ્રસન્ન થઈ જાય
For Private And Personal Use Only