________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪
અધ્યાત્મ મહાવીર વ્યકિતત્વ અને ભેદત્વ જ્યાં સુધી મનમાં છે ત્યાં સુધી ઉપાધિપરિછિન આત્મા છે અને નામ, રૂપ, દેશાદિક ઉપાધિના વ્યક્તિત્વ અને ભેદત્વનો જેમ જેમ લય થાય છે તેમ તેમ અપરિછિન્ન, નિરપાધિ, વ્યાપક આભા બનીને છેવટે પરમાત્મા થાય છે. નામ, રૂપ, દેહ, મન આદિની ઉપાધિથી રાગદ્વેષ પ્રગટતાં સંસાર છે. અને નામ, રૂપ, દેહ, દેશ, જાતિ, લિંગાદિમાં વ્યક્તિત્વ કે ભેદવા રહેતું નથી ત્યારે નામાદિ ઉપાધિમાં રાગદ્વેષવૃત્તિ રહેતી નથી..
“ઋષિઓ ! મારા વ્યાપક સ્વરૂપની દૃષ્ટિથી વિશ્વને દેખે.. સર્વસંગ છતાં નિઃસંગ રહે. વિશ્વમાં અવિશ્વરૂપ થઈને સર્વનું, કલ્યાણ કરો. સર્વ આત્માઓની સાથે એકરસરૂપ થઈ પરિણમી. રહો. તમારામાં સર્વ શક્તિ છે. સર્વકનાં હિતકર્મોને પ્રેરો. ગાયો વગેરેના દૂધથી, હવા, જલ, પ્રકાશ, પૃથ્વીથી શરીરની પુષ્ટિ કરો. સર્વ વિશ્વમાં અનેક રૂપમાં આત્મસૌંદર્ય દે.
પ્રભુ મહાવીર દેવનાં એવાં વેદવચનોનું શ્રવણ કરીને મહર્ષિઓ અત્યંત આનંદ પામ્યા, અને સાક્ષાત્ સાકાર ભગવાનનાં દર્શન પામી, સંતોષ પામી સ્તુતિ કરવા લાગ્યા કે , “હે, પ્રભો ! આપને બોધ શ્રવણ કરી અમને પરમ સમાધિ પ્રાપ્ત થઈ. આપના બોધથી અમારા સર્વ સંશયે ટળી ગયા. આપ પ્રભુને. પામી અને પૂર્ણ નિર્ણય અને સ્વતંત્ર બન્યા છીએ. આત્માથી ભિન્ન દેહાત્માધ્યાસાદિ સર્વ અધ્યાસથી હવે અમે રહિત થયા. ભક્તિ, જ્ઞાન અને કર્મવેગનું પરિપૂર્ણ રહસ્ય જાણ્યું. બ્રાહ્યણોનું, ક્ષત્રિયોનું, વિનું, શુદ્રોનું અને ગાયો વગેરેનું રક્ષણ કરવા આપ અવતર્યા છે. આસુરી શક્તિઓને પરાજ્ય કરી સુરી શક્તિઓને સર્વત્ર વિજય કરાવવા આપ પ્રગટ્યા છે. આપ પ્રત્યક્ષ થતાં શાસ્ત્રોનું પ્રયોજન સિદ્ધ થઈ ગયું છે.
“હે પ્રભો ! આપ સર્વ જીવોને, દેને, મનુષ્યોને પિતપિતાની ભાવના પ્રમાણે ફળ આપનારા છે અને સર્વના અંતર્યામી
For Private And Personal Use Only