________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પસાધ્યમમાંથી પ્રભુને વિહાર પૂર્વભવમાં કરેલી પ્રભુના દર્શનની પ્રતિજ્ઞા પૂર્ણ કરી તેઓ આનંદ પામ્યા. જેઓ નદી અગર સમુદ્રમાં નાવામાં કે વહાણમાં બેસીને પ્રભુ મહાવીરદેવનું સ્મરણ કરે છે તેઓને સમુદ્રના તેફાનમાં, વહાણ ભાંગવાના કાળમાં કંબલ અને શંબલ બને નાગકુમાર દેવ સહાય કરે છે. કલિયુગમાં જલમાં ડૂબતા લેકેને બન્ને દેવેની સહાય મળશે. પરબ્રહ્મ મહાવીર પ્રભુનાં દાસાનુદાસ જેઓ પૂર્ણ શ્રદ્ધાથી બને છે તેએાને નદીમાં કે સમુદ્રમાં અણધારી સહાય મળે છે.
ત્યાંથી વિહાર કરીને પ્રભુ કાશી નગરીમાં પૂર્વ દિશાના ગંગાના કિનારા પર આવ્યા. ત્યાં તેમની પાસે દર્શનાર્થે ભારતવિખ્યાત કોશિક, અંગિરા, વેતકેતુ, ધૂમ્ર, વ્યાડિ, વ્યાસ, ગાર્ગોય, આત્રેય, ભારદ્વાજ, કુમ વગેરે અનેક ઋષિએ તથા મુનિઓ, બ્રાહ્મણ અને પરિવ્રાજક-પરમહંસોના સમુદાય આવ્યા અને પ્રભુને વાંદી–નમી પ્રભુની આગળ બેઠા તથા અનેક જાતના ધાર્મિક પ્રશ્નો પૂછડ્યા. તેના પ્રભએ સંતોષકારક જવાબ આપ્યો. સર્વે ષિઓ વગેરે ભેગા મળી અને વિચાર કરી પ્રભુ મહાવીરદેવને પૂછવા લાગ્યા કે હે પ્રભો ! આપ પૂર્ણ બ્રહ્મ પરમેશ્વર છે એમ અનેક ત્રાષિઓ અને દેવેની પાસેથી અમોએ સળગ્યું છે, પરંતુ તે અમારા સર્વના અનુભવમાં આવે એવી કૃપા કરે.
પ્રભુ મહાવીરદેવે તેઓની વિજ્ઞપ્તિ સાંભળી અને તેઓની સામે જોયું, એટલે ઋષિ-મુનિ-બ્રાહ્મણની આખે મીંચાઈ ગઈ અને તેઓ પ્રભુ મહાવીર દેવનાં અસંખ્ય શરીરો જ્યાં ત્યાં નિહાળવા લાગ્યા. પ્રભુ મહાવીરદેવના શરીરમાં તેઓએ પિતાને ઊતરેલા દેખ્યા. અસંખ્ય યુગમાં પ્રવર્તેલા અસંખ્ય વેદને તથા આગમને તેઓએ પ્રભુના હૃદયમાં રહેલા દીઠા. અસંખ્ય યુગથી જેટલા દશને, મતે, સમ્પ્રદાયે વિશ્વમાં થયેલાં તે પ્રભુના મગજમાં દીઠાં. સર્વ વેદે, આગમ, કરડે ધર્મશાસ્ત્રો અને તેના પ્રવર્તક ગણધરો અને ષિઓ વડે સ્તવાતા પ્રભુ દીઠા. અસંખ્ય
For Private And Personal Use Only