________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮
અધ્યાત્મ મહાવીર: પ્રભુને દીઠા. કેટલાકેએ પરબ્રહ્મ મહાવીરદેવને પ્રકૃતિથી ભિન્ન દીઠા અને પ્રભુને અકર્તા, અહર્તા અને પરમ વીતરાગમય દીઠા. કેટલાકને પ્રભુ અસ્તિ-નાસ્તિ અનંત પર્યાયમય દેખાયા.. કેટલાક બ્રાહ્મણોએ પ્રભુના હૃદયમાં અસંખ્ય વેદોને દીઠા. અને હિંસાયોને પાછળથી સત્ય વેદમાં ભેગા મળેલા કૃષ્ણવર્ણ દીઠા. કેટલાકને અનાદિકાલથી આત્મમહાવીર છે અને તે અનંત છે એવો અનુભવ થયો. કેટલાકએ યુગયુગનાં જુદાં ધર્મશા દીઠાં અને તેમાં પરબ્રહ્મ મહાવીર પ્રભુની ભક્તિ લખેલી દીઠી. કેટલાકને જ્યાં દષ્ટિ પડે ત્યાં પરબ્રહ્મ મહાવીર: પ્રભુ દેખાયા. કેટલાકએ બાર દેવક, નવ ગ્રેવેયક, અને પાંચ અનુત્તર વિમાને દીઠાં. એ પ્રમાણે સર્વ બ્રાહ્મણોને પરબ્રહ્મ મહાવીર પ્રભુને અનુભવ થયે. કેટલાક એ પ્રભુને અનેક દષ્ટિએથી પૂર્ણ અનંત ગુણપર્યાયમય મહાવીર પ્રભુને દેખ્યા અને તેથી તેઓએ પૂર્ણાનંદ મેળવ્યું. તેઓની આંખે ઊઘડતાં તેઓ સ્કૂલ લેકમાં પિતાની સામે મહાવીર પ્રભુને અનંતકોટિ સૂર્યસમાન દીઠા અને તેમના પગમાં પડ્યા.
એ બ્રાહ્મણે પગે પડ્યા બાદ કહેવા લાગ્યા કે, “આપ. ચોવીસમા મહાપૂર્ણ બ્રદ્યાવતાર મહાવીર જિનેશ્વર છે એમ અમાએ સમાધિમાં દીઠું અને તેથી અમારે ઉદ્ધાર થયે. હે પ્રભો ! ઔદયિકભાવે આપ પ્રભુને જેનારાને આ૫ ઔદયિક મહાવીર તરીકે જણાયા. ઉપશમભાવે પરિણમેલાને ઉપશમભાવ પ્રભુરૂપ દેખાયા. ક્ષયે પશમભાવમાં પરિણામ પામેલાને - પશમ મહાવીરરૂપ દેખાયા. ક્ષાયિકભાવરૂપ દષ્ટિવાળાને ક્ષાયિક મહાવીર પ્રભુરૂપ દેખાયા. શુદ્ધાત્મભાવપરિણામે પરિણમેલાને. આપ પોતે જ તેવા પરિણામિક મહાવીરરૂપ દેખાયા. હે પ્રભે! સર્વ પ્રકારની દષ્ટિઓના સમૂહથી આપનું પૂર્ણ સ્વરૂપ, પરખાય છે. આપના મુખમાંથી જે શબ્દો નીકળે છે તે વેદકૃતિ છે. હે મહાવીર પ્રભે! કલિયુગની સરસ્વતીને આપે મહિમા
For Private And Personal Use Only