________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર વેદશા ભણીને કર્મકાંડી બનેલા બ્રાહ્મણોએ તે વાતને હસી, કાઢી અને કહ્યું કે પ્રભુની પ્રસન્નતા માટે તેમના આદેશથી અમે બકરાં હોમીએ છીએ.
પ્રભુએ કહ્યું કે, “હું પિતે સાકાર અને નિરાકાર પ્રભુ છું.. વેદમાં સ્તવાતો પ્રભુ હું પિતે સત્તાએ છું. બકરાને મારીને કઈ મારી પ્રસન્નતા પ્રાપ્ત કરી શકતું નથી. જેઓ મેહરૂપ અને મારી નાખીને આત્મજ્ઞાનરૂપ યજ્ઞમાં હોમે છે તે મારી પ્રસન્નતા પ્રાપ્ત કરે છે. માટે તમો હિંસાયજ્ઞને ત્યાગ કરો.”
કર્મકાંડી બ્રાએ કહ્યું “કે તમે પિતે પ્રભુ છે એ અમે કેવી રીતે માની શકીએ? તમે પ્રભુપણાને ચમત્કાર બતાવે તે તમારું કથન સત્ય માનીએ. નહીં તો તમે પાખંડ કરે છે એમ માનીને તમને યજ્ઞમાં હોમીશું.'
પ્રભુ હિંસાય કરવાવાળા કર્મકાંડી બ્રાહ્યણાનું એવું બોલવું સાંભળી મૌન રહ્યા. એટલામાં લાખો મણ લાકડાંઓમાં સળગાવેલા અગ્નિ શાંત થઈ ગયે. વાયુ વાતા બંધ થઈ ગયે. નદીનું જળ વહેતું હતું તે બંધ થઈ ગયું અને ઉષ્ણ બની ગયું. સૂર્ય દેખાતો હતો તે બંધ થઈ ગયા. બ્રાણ વેદમંત્ર બોલવા છતાં અવાક થઈ ગયા. મિનિટમાં તો હાહાકાર થઈ ગયે. બારાણો વગેરે પૃથ્વી પર પડી પ્રભુને કાલાવાલા કરવા લાગ્યા.
તેથી પ્રભુએ વાયુને વાવા દીધો, જલને વહેવા દીધું, સૂર્યને પ્રત્યક્ષ કર્યો. તેથી સર્વ બ્રાહ્યણે પ્રભુની આગળ આળોટવા લાગ્યા અને પ્રાર્થના કરીને કહેવા લાગ્યા કે, “પરબ્રા પ્રભો ! આપ જ મનુષ્ય શરીરરૂપે સાકાર પ્રભુ છે. અમારી ભૂલ થઈ આપ ક્ષમા કરે. આપના તાબામાં સર્વ વિશ્વ છે. અમારા મરણ જીવનને આધાર આપના પર છે. આપના આદેશથી હવે સમજવામાં આવ્યું કે ચૈજ્ઞમાં પશુહોમ કરે તે ધર્મ નથી, પણ અધર્મ હિંસા છે. એક પિતાનું જીવન વહાલું છે. મનુષ્યની પેઠે તેઓ પિત્તાના જીવનથી બુલા રાગ ધરાવે
For Private And Personal Use Only