________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪.
અધ્યાત્મ મહાવીર ભાસ નથી. રાગ અને દ્વેષ એ બે પરિણામોથી મુક્ત થવું તે મુક્તિ છે. રાગદ્વેષના પરિણામને જીતનાર જિન, વીતરાગ, પરબ્રહ્મ છે. આત્મા આકાશની પેઠે નિર્લેપ છે. આત્મા અવિનાશી છે. આત્મા જ આત્મામાં પરિણમે છે ત્યારે આત્માનું સ્વરૂપ જાણી શકે છે. આત્મા ધ્રુવ છે અને પર્યાયભાવે ઉત્પાદવ્યયપણાને સમયે સમયે પામ્યા કરે છે. મૃત્તિકાના અનેક આકારે મૃત્તિકામાંથી પ્રગટીને મૃત્તિકામાં સમાય છે, તેમ આત્માના પર્યાયે આત્મામાંથી પ્રગટીને આત્મામાં જ સમાય છે, પણ આત્માથી ભિન નથી. આત્માના પર્યાયે છે તે ઉત્પાદ-વ્યયની અપેક્ષાએ અનિત્ય છે અને એકરૂપપણે ત્રણ કાલમાં નહીં રહેવાથી અસત્ છે, પણ આત્માના આકારરૂપ છે માટે તે સત છે. આત્મા દ્રવ્યની અપેક્ષાએ નિત્ય છે. આત્મા પિતે જ્ઞાનની અપેક્ષાએ વ્યાપક છે, અને વ્યક્તિની અપેક્ષાએ વ્યાપ્ય છે. આત્માથી આત્માના ગુણપર્યાયે કથંચિત ભિન્ન છે અને કથંચિત્ અભિન્ન છે. સત્તાની અપેક્ષાએ આત્મા અનેક છે. આત્મામાં સદ્દભૂત વ્યવહારદષ્ટિએ જ્ઞાન-દર્શન-આનંદ તે સત્ય ગુણ છે. બાકી શુદ્ધપર્યાયપણે મતિ-શ્રુતજ્ઞાનાદિ અને મન, કાયા વગેરે સર્વથી આત્મા ત્યારે છે, છતાં આત્માનાં તે કહેવાં એ ફક્ત ઉપચારમાત્ર છે. અનંત ભવ–કાલ-શરીર વગેરે પર્યાથી આત્મા શુદ્ધપર્યાયપણે જ્યારે છે. એ પ્રમાણે જે આત્મભાવના ભાવે છે તે જ્ઞાનદશાને પામે છે અને સર્વ જડ સંગોમાં સંબંધિત દેખાતો છતો અસગી અસંબંધિત પરમ પ્રભુ છે.
મુનિઓ! એ પ્રમાણે આત્મભાવના ભાવે અને આત્મામાં આત્માના શુદ્ધ પર્યાના ઉપગે રહી સ્વતંત્રપણે વર્તે. આત્મા તે જ મહાવીર છે. તેમાં અષ્ટ સિદ્ધિ નવનિધિ અઠ્ઠાવીસ લબ્ધિઓ, પચાસ લબ્ધિઓ વગેરે અનંત લબ્ધિઓ છે. લબ્ધિમય મને જાણે.
એ પ્રમાણે પ્રભુએ ઉપદેશ આપ્યો. પછી પ્રભુએ કલિ
For Private And Personal Use Only