________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રૂપ
વાપસાશ્રમમાંથી પ્રભુને વિહાર યુગની સરસ્વતીના તટ પર આવેલા સિદ્ધપુરમાં વિહાર કરી ત્યાંના લોકોને દર્શન આપ્યાં. સરસ્વતીતીરે કર્મકાંડી બ્રાહ્મણને ધર્મ-અધર્મને ઉપદેશ:
સિદ્ધપુરની પૂર્વ દિશાએ કલિયુગની સરસ્વતી નદીના તટ પર હજાર બ્રાહ્મણે ભેગા મળી યજ્ઞ કરતા હતા. યજ્ઞમાં પાંચ બકરાંઓનો હેમ કરવા એક સ્તૂપના સ્થાનકમાં બાંધ્યાં હતાં. બકરાઓને માલુમ પડયું કે હોમ કરનારા બ્રાહ્નણો અમને યજ્ઞ–અગ્નિમાં હોમવાના છે, તેથી તેઓ આખો મીંચીને પરબ્રહ્મ પરમેશ્વર મહાવીર પ્રભુની મનમાં પ્રાર્થના કરવા લાગ્યાં: - “હે પરમેશ્વર મહાવીર પ્રભુ! તમે અમને હિંસાયજ્ઞમાંથી છોડાવો. હે પ્રભુ! અમારા નાશથી તમે કંઈ પ્રસન્ન થતા નથી તેમ જ અમારા માંસને બ્રાહ્વણ ખાય તેથી આ૫ ખુશી થવાના નથી. હે પ્રભો ! અમારો નાશ કરીને અમને તે સ્વર્ગમાં મેકલી શકવા સમર્થ નથી. અમને હોમવાથી અમારો સ્વર્ગમાં વાસ થતો હોય તો હે પ્રભો ! આ બ્રાહ્યણો યજ્ઞમાં પિતાનાં સગાંસંબંધીને કેમ હોતા નથી? હે પ્રભો ! આપ તો દયાસાગર છે, તેથી આપનામાં ક્રૂરતા હોય નહીં. અમારા પ્રાણ અમને પ્રિય લાગે છે. હે પ્રભે! આપની ભક્તિના બહાને અમને યજ્ઞમાં હિમવા એકઠા કરેલા છે. તે અસત્ય ભક્તિ છે. અમને યજ્ઞમાં હિમી, પાપ કરીને આ હોમ કરનારા બ્રાહ્મણે પાપકર્મ બાંધે છે. તેથી તેઓ સ્વર્ગમાં જઈ શકે નહીં, પણ દુર્ગતિમાં જાય છે. હે પ્રભે! તમે અમારે ઉદ્ધાર કરે. હે પ્રભે ! હૃદયમાં ઊઠેલી પ્રાર્થના આપ સાંભળી શકે છે.”
આ પ્રમાણે બકરાંઓની પ્રાર્થના શ્રવણ કરીને દયાસાગર -મહાવીર પ્રભુ યજ્ઞસ્થાનમાં ગયા અને હિંસા કરનાર બ્રાહ્મણોને કહ્યું કે તમે યજ્ઞમાં હોમવા આણેલાં બકરાંઓને છોડી દે. અકરાંઓની પ્રાર્થના સાંભળીને હું તેમને મુક્ત કરવા અહીં આ છું. પ્રભુએ આ પ્રમાણે કહ્યું, પરંતુ સર્વ પ્રકારનાં
For Private And Personal Use Only