________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
અધ્યાત્મ મહાવીર તેઓને આ ભવમાં અલપ પ્રયાસે વિશેષ જ્ઞાન પ્રાપ્ત થાય છે અને તેઓ મારું ધ્યાન ધરીને સર્વજ્ઞ બને છે.
બાલિકાઓની ભૂલ સુધારવી, પણ તેઓને ધુતકારવી નહીં અને તેઓની શુભેચ્છાઓને, સ્વતંત્ર શક્તિઓને વિકાસ પામતી દાબી દેવી નહીં. બાલિકાઓનાં હદમાં ભયના, અનુત્સાહના સંસ્કારો પડવા દેવા નહીં. તેઓ પણ અમે પરતંત્ર છીએ એમ પિતાને ન માની લે. પુરુષોની પેઠે તેઓ વિશ્વમાં સરખી રીતે મુક્ત થવા, સર્વ પ્રકારે શુભ કર્મો કરવા સર્જાયેલી છે, એમ તેઓનાં હૃદયમાં ઠસાવવું. બાળાઓને માથે ભવિષ્યમાં માતાની ફરજે જે જે આવવાની છે તેનું શિક્ષણ આપવું.
ઉત્તમ કુટુંબ-ઘર એ જ ગૃહસ્થનું ગુરુકુલ છે. જે બાળાઓ આર્ય રીતરિવાજ પ્રમાણે માતા, પિતા અને વૃદ્ધજનોની પાસે રહી સર્વ સત્ય અનુભવ મેળવે છે અને મારી આજ્ઞા પ્રમાણે વર્તે છે તેઓ જૈન જીવનને પ્રાપ્ત કરી શકે છે. બાલિકાની આગળ તેની માતા સાધવી ગૃહસ્થાદશિકા છે. જેટલાં ઘર અને જેટલી પણુંકુટીએ તેટલાં ગુરુકુલે બનવાં જોઈએ અને બાલિકાઓ ઘર-કુટુંબ રૂપ ગુરુકુલવાસ સેવી શ્રાવિકાઓ, સતીઓ અને ગૃહસ્થ દેવીએ બનવી જોઈએ. આર્ય દેશમાં આર્ય જૈન શ્રાવિકાઓ અને ઉપાસિકાઓ અનાદિકાળથી પ્રગટતી રહી છે. વહાલી પુત્રી પ્રિયદર્શના ! તારું કલ્યાણ થાઓ !
પ્રિયદર્શના: પરમેશ્વર મહાવીર પિતાજી ! આપને નમું છું, વંદુ છું, સ્તવું છું.
આપનાં વચનામૃતોનું શ્રવણ કરતાં તૃપ્તિ થતી નથી. આપે પુત્રીને એગ્ય અનેક પ્રકારને ઘણું વેળાએ અનેક પ્રકારે (બંધ) આપે છે. બાળાઓ અનેક ગુણોને પ્રકટાવી શકે અને કર્તવ્ય કર્મો કરે એવો બોધ આપીને તે ભવિષ્યમાં આદર્શ પતિવ્રતા સતીઓનું જીવન ગાળે અને છેવટે શુદ્ધાત્મપરબ્રહ્મરૂપ આપને પામે એ
For Private And Personal Use Only