________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્યરૂપાએ પ્રિયદર્શનાને આપેલુ શિક્ષણ
૩૯
પ્રગટાવવા માટે શ્રી મહાવીરપ્રભુ જૈનધર્મની સ્થાપના કરવાના છે. એક જન્મમાં પ્રિયદર્શનાની ઉત્પત્તિ થતી નથી, પરંતુ આધ્યાત્મિક દૃષ્ટિએ અનેક જન્મો કરીને પ્રિયદર્શનાની પ્રાપ્તિ કરી શકાય છે. પ્રેમ વિના પ્રિયદર્શના પ્રગટતી નથી. પ્રેમ અને જ્ઞાનથી મેાક્ષાનંદ છે. આત્માએ સ્ત્રી-પુરુષનાં વેષ્ટનેામાં વીંટાયેલા છે, પણ તે સપ્રેમથી એકખીજાને પરસ્પર આકર્ષી શકે છે. સપ્રેમ જ પરમ રસ છે. પ્રેમીએ સ્કૂલ, સૂક્ષ્મ અને દિવ્ય સૃષ્ટિમાં એકખીજાને પ્રેમથી તરત આળખી કાઢે છે. પ્રેમથી જડ અને ચેતનામાંથી નવું નવુ શિક્ષણ મળે છે. શરીર માટે જેએ પરસ્પર એકબીજાને ચાહે છે તેએ શરીરના સ્થૂલ પ્રેમના સંકલ્પે અન્ય અવતારમાં સ્થૂલ શરીરને પરસ્પર ચાહી શકે છે, પરતુ જેએ આત્મપ્રેમીઓ છે; શરીર, ધન, સત્તારૂપ આદિ માટે પ્રેમી નથી, પણ આત્મા માટે આત્મપ્રેમી છે, તેએ પરભવમાં પેાતાના પ્રિયાત્માઓને એકદમ ચાહીને ઓળખી શકે છે. આત્મપ્રેમની આગળ શરીર, જાતિ, ધન, વૈભવ, સત્તા, રૂપ વગેરેને પ્રેમ તેએને મહાન કે સત્ લાગતા નથી.
આત્મજ્ઞાન, ઉદારભાવના, નીતિ, અભેદજ્ઞાન, અનુભવજ્ઞાન, અને ભક્તિયેાગ આદિની જેમ જેમ વૃદ્ધિ અને વિશુદ્ધિ થતી જાય છે તેમ તેમ સત્ય વિશુદ્ધ પ્રેમને વ્યાપક વિકાસ થતા જાય છે. જે આ ભવમાં જેની સાથે સત્ય પ્રેમથી જોડાય છે તે અન્ય ભવમાં સત્ય પ્રેમથી મળે છે. સત્ય પ્રેમ વિનાનાં લગ્નો અને સંબધા જેએની સાથે છે તેએ દિવ્ય લેાકમાં કે સૂક્ષ્મ લેાકમાં પરસ્પર સત્યપ્રેમી બની શકતાં નથી. સત્યપ્રેમરૂપ મહાયજ્ઞમાં શરીર, મન, વાણી, ધન, આયુષ્યાદિને નિયપણે જેએ હામ કરે છે. તેઓ સત્ય અને વિશુદ્ધ પ્રેમરૂપ મહાવીરને પામે છે.
પ્રેમરસસાગરમાં ડૂબકી મારીને જેએ અહંભાવને ભૂલે છે તેએ અનંત જ્ઞાનાદ્ધિ શક્તિને પામે છે. વિશુદ્ધાત્મમહાવીરના
For Private And Personal Use Only