________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યાગ યમનું સ્વરૂપ
૧૭ તેથી રાજા પુણ્ય, સંવર, નિર્જરા અને મુક્તિને પામે છે. તે જે અનીતિ આદિ અધર્માચરણથી ચાલે છે, તે પાપને ભક્તા બને છે. જુલ્મી, અન્યાયી, વ્યભિચારી, દુષ્ટ, પ્રજાપડિક, દુર્વ્યસની રાજાએને ગાદી ઉપરથી ઉઠાડી દેવાથી અને તે સ્થાને નીતિમય જીવન જીવવાવાળા, પ્રજાપ્રેમી, ભક્ત પ્રજાનું આત્મવત્ રક્ષણ કરનાર અને વ્યસનરહિતને સ્થાપન કરવાથી પુણ્ય, સંવર અને ધર્મની ઉત્પત્તિ થાય છે અને દેશ, સંઘ, રાજ્યમાં શાંતિ, સુષ્ટિ, પુષ્ટિ પ્રવર્તે છે.
અન્યાયથી પાપ થાય છે અને ન્યાયથી પુણ્ય છે. અસત્યથી પાપ થાય છે અને સત્યથી પુણ્ય અને મોક્ષ થાય છે. ચોરોને, વ્યભિચારીઓને શિક્ષા કરી તેને ધર્મમાં લાવવાથી પુણ્ય ધર્મ અને મુક્તિ થાય છે. નાસ્તિકને મારા ભક્ત આસ્તિક બનાવ વાથી ધર્મ થાય છે અને અધર્મનો નાશ થાય છે. કોઈને અન્યાયથી સતાવ્યાથો, પીળ્યાથી, માર્યાથી પાપ થાય છે. જે પ્રધાને લાંચ. લે છે, રાજ્ય અને દેશને દ્રોહ કરે છે, અનીતિમાર્ગમાં વિચરે. છે અને પ્રજાની ઉન્નતિમાં ભાગ લેતા નથી તેઓ પાપી બને છે અને મરીને દુર્ગતિમાં અવતરે છે. જે કેટવાલે, સેનાધિપતિઓ વગેરે સત્તાધિકારીઓ અન્યાય, અધર્મ, જુલ્મ કરે છે તેઓ પાપલેક્તા બને છે.
જે વ્યાપારીઓ અસત્ય, ચોરી, વિશ્વાઘાત, થાપણુબદલ અને જૂઠી સાક્ષીએ જારવી વગેરે પાપકર્મો કરે છે તેઓ અલ્પ અને ક્ષણિક સુખની આશાએ માનવભવને હારી જાય છે. દેશ, સમાજ, સંઘ વગેરેની અન્યાય, જુલ્મ અને સ્વાર્થથી પાયમાલી કરવાથી પાપને બંધ થાય છે. કેટલાંક પાપકર્મો તે આ ભવમાં છને ફળ દેખાડે છે અને કેટલાંક પરભવમાં ફળ દેખાડે છે. અન્યાય કરવાથી કેઈનું છેવટે શ્રેય થતું નથી. પાપથી ક્ષય અને ધર્મથી જ થાય છે, તે પરિણામે લેકો દેખી શકે છે. કેઈના પર આળ દેવાથી પાપનો બંધ થાય છે. કેઈની ચાડીચુગલી કરવાથી
For Private And Personal Use Only