________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३२०
અધ્યાત્મ મહાવીર આદિ કેફી વસ્તુઓનું પાન કરવાથી પાપ અને અધર્મ થાય છે તેમ જ સાક્ષાત તથા પરંપરાએ દેશ, રાજ્ય, પ્રજા, કેમ, વિદ્યા વગેરેની પાયમાલી થાય છે. નશે જેનાથી ચઢે તેવી વસ્તુઓથી દૂર રહેવું એ જ મારા ભક્તોનું પરમ કર્તવ્ય છે. - ગુરુદ્રોહ, દેવદ્રોહ, મિત્રદ્રોહ, માતા-પિતા–સ્ત્રદ્રોહ વગેરે દ્રોહ કરવાથી પાપની પરંપરા વધ્યા કરે છે. જેઓ ધર્મના બહાને અને મારા નામના બહાના તળે રહીને લેકેને દ્રોહ કરે છે અને લેકેને તેમ જ ધમીઓને નાશ કરે છે તેઓ નરકાદિ દુર્ગતિમાં જન્મ પામે છે.
| મારું શરણ જેએએ ખરા ભાવથી અંગીકાર કર્યું છે અને કરશે તેઓની બુદ્ધિ શુદ્ધ થવાની જ. તેઓ પાપકર્મોનું પ્રતિક્રમણ કરીને પુણ્ય ધાર્મિક માર્ગો તરફ અવશ્ય આવવાના જ અને તેઓ મુક્તિપદ પ્રાપ્ત કરવાના જ, તેમાં જરામાત્ર શંકા રાખવી નહિ.
સર્વ પ્રકારના મહર્ષિઓની અને મહાત્માઓની સેવા કરવાથી પુણ્ય થાય છે. માતા, પિતા, વૃદ્ધ, બાલ, ગ્લાનની સેવા કરવાથી અનંતગણું પુણ્ય થાય છે. ઉપકારીની સેવા કરવાથી પુણ્ય થાય છે અને તેઓના ઉપકારને બદલે તેઓ પર અપકાર કરવાથી પાપથાય છે. વિદ્યાગુરુ આદિ ગુરુઓનું માન, સન્માન, બહુમાન, સેવા, ભક્તિ કરવાથી અશુદ્ધ બુદ્ધિ, અજ્ઞાન, મેહ, વગેરે પાપોનો આ ભવમાં જ નાશ થાય છે. ગુરુ આદિ પૂજ્ય જનેનું અપમાન કરવાથી પાપ થાય છે. ઉપકારી જનના ઉપકારે પવવાથી મુક્તિમાર્ગમાં ગમન કરતાં અનેક વિદને ઉપસ્થિત થાય છે.
ગુરુની આજ્ઞા પ્રમાણે વર્તવાથી ગુરુના ભક્ત શિષ્યો મારી - સહાયને પામે છે. પંચમ આરામાં ધર્મગુરુઓની સેવાભક્તિમાં મારી સેવાભક્તિ જાણવી. (સુપાત્રે દાન દેવાથી પુણ્યબંધ તથા નિર્જરા થાય છે. જેઓને જે જે દાન કરવાની ઉપગિતા છે ,
For Private And Personal Use Only