Book Title: Kalpanik Adhyatma Mahavira Part 2
Author(s): Buddhisagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 555
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રિયદર્શનાને હિતશિક્ષા ૫૧૩ જડવાદમાં નીતિઓનું અસ્તિત્વ રહેતું નથી. આત્મમહાવીરના સામ્રાજયને પામી નીતિઓની ઉપયોગિતા જીવતી રહે છે. શ્રી મહાવીર પ્રભની અનેક નીતિઓ ભવિષ્યમાં અહંનીતિના નામે પ્રકાશશે તથા નિગમનીતિના નામે જીવતી રહેશે. શ્રી મહાવીર પ્રભુને હદયમાં આવિર્ભાવ કરીને નીતિઓને ઘડનારા ગૃહસ્થ ત્યાગી જૈનાચાર્યો ભવિષ્યમાં જે જે થશે તેઓને પ્રભુ મહાવીરની નીતિએના પ્રકાશક જાણવા. પરબ્રહ્મ મહાવીરરૂપે જેઓ પિતાના આત્મા અને મનને ત્રણ કલાક પર્યન્ત પરિણુમાવે છે તેઓનાં હૃદયમાંથી જે કંઈ પ્રગટે છે તે શ્રી મહાવીર પ્રભુને જ્ઞાનપ્રકાશ જાણો. ભવિષ્યમાં ત્યાગી અને ગૃહસ્થ ભક્તો કલાકોના કલાકો સુધી પરબ્રહ્મ મહાવીરદેવમાં લયલીન થઈ જશે. પશ્ચાત આત્મમહાવીરના પ્રકાશથી જે કંઈ કહેશે તે તે દિશામાં પ્રભુનું જ્ઞાન જાણવું. તેથી તે તે કાળે જૈન ધર્મ. ગુરુએ જે કંઈ પ્રકાશશે તે આત્મમહાવીર પ્રભુના પ્રકાશરૂપ જાણવું. નીતિઓને સાધનરૂપે જાણવી. નીતિઓમાં પરિવર્તને થયા કરે છે, તેથી તે સર્વથા નિત્ય નથી. ઔષધની પેઠે નીતિઓને ઉપયોગ જાણો. મહાસંધ જે જે કાળે જે જે નીતિઓને માન્ય કરે તે તે કાળે તે તે નીતિઓ પ્રવર્તાવવી, સુધારવી. ધર્મ મહાસાગરમાં નીતિઓરૂપ નદીમાં પ્રવેશે છે. કાળના અને દેશના પરિવર્તનની સાથે નીતિઓમાં પરિવર્તન થાય છે અને મૂળ સ્વરૂપે ઉન્નતિકારકરૂપે ધ્રુવ રહે છે. સર્વ પ્રકારની નીતિઓમાં ઉત્પાદ, વ્યય, ધ્રુવતા જાણવી. ત્રણ પ્રકારની પ્રકૃતિના અનુસારે નીતિઓ પણ તમોગુણી, રજોગુણી અને સત્વગુણી છે. પ્રકૃતિ જ્યાં સુધી છે ત્યાં સુધી નીતિ છે. જ્યાં સુધી પૃથ્વી છે, ચંદ્ર છે અને સૂર્ય છે ત્યાં સુધી નીતિઓ છે. નીતિઓ વડે મહાસંઘનું બળ વધે છે. નીતિઓ વડે મનુષ્ય સભ્ય બને છે. નીતિઓ વડે લેકે મર્યાદામાં રહે છે અને એક For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 553 554 555 556 557 558 559