________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬
અધ્યાત્મ મહાવીર મહાસંઘની ઉન્નતિમાં જે કાળે અને જે દેશે જે કંઈ કરવું ઘટે તે કરવું. સદાચાર અને સદ્દવિચારથી પવિત્ર રહેવું. પરપુરુષને કામની દષ્ટિથી સ્વપ્નમાં પણ પ્રાણાતે ન જે. દુષ્ટ, ખરાબ વિચારોને મારી હઠાવવા. ગૃહસ્થાવાસમાં સમ્યક્ત્વનાં કર્મો કરવાં. અંશ થકી દયા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને મૂછના ત્યાગરૂપ અણુવ્રત ધારણ કરવાં. અતિથિઓને વિવેકપૂર્વક દાન દેવાં. સર્વ પ્રકારનાં દાન યથાશકિત અને ચેપગ્ય કાળે દેવાં.
પ્રભુના ગુણ ગાવા. માગસર વદિ દશમીના દિવસને મહાપર્વ માની પ્રતિવર્ષે મહા મહોત્સવ કરવો. જે સ્ત્રીએ પરબ્રહ્મ મહાવીર પ્રભુના ગૃહસ્થાનું સ્મરણ કરશે તેઓ ગૃહસ્થાવાસમાં પરમ પવિત્ર રહેશે, પ્રભુએ સર્વલેકે પ્રતિ આશીર્વાદ દીધો છે. પ્રભુની બાલ્યાવસ્થાને તેમની મૂર્તિ દ્વારા સંભારી જે સ્ત્રી અને પુરુષો બાલ્યાવસ્થાવાડા પ્રભુ મહાવીરદેવની ભક્તિ અને ધ્યાન કરશે તેઓને ત્યાં દેવી સંપત્તિવાળાં બાળકે પ્રગટશે.
મારો અને પ્રભુને જે દિવસમાં લગ્નોત્સવ થયો છે તે દિવસમાં જે પ્રભુની તે અવસ્થાનાં ગીત ગાશે, ભક્તિ કરશે પ્રભુના નામના જાપ જપશે તેઓનાં ઉત્તમ લગ્નો થશે અને તેઓનાં અનેક વિઘોનો નાશ થશે. જે બાળકો અને બાલિકાઓ લગ્નમંડપમાં પરણતી વખતે પ્રભુની તથા મારી સ્થાપના કરશે અને પ્રભુ મહાવીરદેવના નામને મંત્રજાપ કરશે તથા પરસ્પરમાં એક્ય ધારણ કરવા અમારી સાક્ષી હૃદયમાં રાખશે તેઆને ઐક્ય, લક્ષ્મી, સંતતિ, બુદ્ધિ, શુદ્ધ પ્રેમાનંદ વગેરે સંપત્તિની પ્રાપ્તિ થશે.
જે બાળકે પ્રભુની બાલ્યાવસ્થાની મર્દાનગીભરી કીડાઓ કરશે તેઓ પ્રભુના આનંદી ક્રીડાજીવનને પામશે. જે યુવક અને યુવતીઓ યુવાવસ્થાવાળા પ્રભુ મહાવીરદેવના ગુણકમેને અનુસરશે અને તેમનું મનન કરશે તેઓ યુવાવસ્થામાં પરાક્રમી, પવિત્ર અને મહાવીરમય જીવનથી આવશે. પ્રભુની જે જે અવસ્થામાં જેઓ સંયમ કરશે. તેઓ આ ભવ તથા પમ્ભવમાં ગબળના પ્રતાપથી તે તે અવસ્થાની
For Private And Personal Use Only