________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬
અધ્યાત્મ મહાવીર તેથી તેઓની રહેણીકહેણીને આત્મજ્ઞાનીઓ વિના બીજા પાર પામી શકતા નથી. એવા આર્યોની એક ક્ષણની સંગતિથી અનંતભવનાં પાપ ટળી જાય છે. તેવા આ મારી સાથે મનેભાવની સાત્તિલક વૃત્તિઓથી અનેક પ્રકારે રમ્યા કરે છે. તેઓને ખાવાની, પીવાની અને ધાર્મિક ક્રિયાઓ કરવાની પણ દરકાર રહેતી નથી. મને આંતરસ્વરૂપથી મળેલા તેઓ ગમે તેવી અવસ્થામાં આનંદથી વર્તા કરે છે. તેઓ ઈન્દ્ર કે ચક્રવતીની સ્પૃહા રાખતા નથી. તેઓ મારી સાથે શુદ્ધ પ્રેમથી એક્તાર થઈને રહે છે અને બહારથી જે રુચે તે કરે છે.
મન, વાણી, કાયાથી નિષ્કપટ, સરલ અર્થાત્ આર્ય થવું, એ જીવતાં પ્રભુરૂપ થવા જેવું છે. તેઓના શુદ્ધ બ્રહ્ના મહાવીર તેજની આગળ અન્ય પાપી લેકનું હદય નમી પડે છે. મારી કૃપા જેઓ પર ઊતરે છે તેઓ આર્ય બને છે અને તેઓ સત્યને સત્યરૂપે કહી શકે છે. જીવન-મરણમાં, માન-અપમાનમાં જેઓ શુભાશુભ ભાવથી રહિત થયા છે તેઓને આજંવભાવના ધારક જાણવા. તેઓને ઈન્દ્રો અને દેવે નમે છે. તેઓ જ આ વિશ્વમાં સદેહે મુક્તિસુખના અનુભવાસ્વાદથી મસ્ત બને છે. તેઓના આત્મા પરનાં આવરણ દૂર થાય છે તેથી તેઓ સર્વને દેખી શકે છે. જેમ જેમ તેઓ મારા કર્મ અર્થાત પ્રકૃતિરહિત આત્માના જ્ઞાનાનન્દ સ્વરૂપની, સાથે પૂર્ણ રસિયા થાય છે તેમ તેમ તે જાગ્રત, સ્વપન અને સૂર્યાવસ્થામાં મારાં વરૂપને અનુભવે છે. એવા સાત્વિક અને સરળ ભક્તો તે જીવતા જિને, વીતરાગે, અહંન્તો, મહ બ્રહ્માએ, મહા વિષ્ણુએ, મહા હર બને છે.
શ્રીમતી યશદાદેવી! આવા સરળ આજંવભાવમાં સર્વ તપ, જપ, તીર્થ, ધર્મ, ક્રિયાઓ આવી જાય છે, એમ જાણી આર્જવભાવને પામ! નિરહંકાર-માર્દવ ગુણ
સરળ લેકે પિતાની તરફ મારી શક્તિઓને ખેંચે છે.
For Private And Personal Use Only