________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
R
અધ્યાત્મ મહાવીર દેહ જ દેવાલયો છે અને તેઓનાં શરીરાદિકની સેવા તે પરબ્રહ્મ મહાવીર પ્રભુની સેવા છે.
મનુષ્યો જીવતા જ્ઞાની મહાત્માઓમાં અને ભક્તોમાં તેમ જ તેમની દયિક પ્રારબ્ધ ચેષ્ટાઓમાં પોતાની મતિ અનુસાર દેશદષ્ટિએ દે દેખે છે. અને તેઓની નિંદા કરી ચાલુ ગતિ અને ઉન્નતિમાંથી ભ્રષ્ટ થાય છે. પ્રેમ અને ભક્તિના પગથિયે ચઢ્યા વિના કેઈ પરમપ્રભુ મહાવીર પ્રભુનું સ્વરૂપ દેખવા સમર્થ થતું નથી. પ્રેમ અને ભક્તિ વિના શાસ્ત્રોના અભ્યાસનું અજીર્ણ વધે છે અને તેથી શ્રી મહાવીર પ્રભુની કૃપા વિનાના અને સમ્યગ્દષ્ટિ વિનાના મનુષ્યને ગુરુઓ, ધર્મશાસ્ત્રો અને જ્ઞાનાદિક ગોનું અવળું પરિણમન થાય છે. પ્રભુ મહાવીર પ્રભુના પૂર્ણ પ્રેમી અને શ્રદ્ધાળુ ભક્તો બન્યા વિના મિથ્યાદષ્ટિએને જે શાસ્ત્રો છે તે શસ્ત્રોરૂપે પરિણમે છે. તેઓને જે જે સવળું અને સાચું હોય છે તે અવળું અને જૂઠું લાગે છે. ગુરુના પ્રેમપાત્ર થયા વિના તેઓનાં હૃદયમાં ઉત્સાહ, આશા, દુખસહનતા વગેરે શક્તિ પ્રગટતી નથી.
પ્રભુ મહાવીરદેવના જીવતા ભકતો જેઓ નથી તેનામાં શ્રદ્ધા અને પ્રેમના અભાવે શુષ્કતા, જડતા, મૂઢતા અને કામ પશુનું ઘણું જોર દેખાય છે. તેઓ ઘાતક, કૂર તેમ જ અનાર્ય વિચાર અને આચારના ધારક થાય છે. ભાગે ભેળવવામાં અતિશય આસક્તિ હોવાથી તેઓ કાયિકાદિ શક્તિઓથી ક્ષીણ થાય છે. તેઓ પોતાના સંબંધીઓમાં અવિશ્વાસી અને અપ્રેમી રહે છે. તેઓનું પશુજીવન ઘણું વ્યસ્ત હોય છે. તેથી તેઓ દુષ્ટ રાક્ષસ જેવા બને છે. સત્ય પ્રેમ વડે પ્રભુ મહાવીરના બનેલા ભક્તો દુષ્ટ લોકોને દબાવે છે અને તેઓના આત્મવીરપ્રેમી બને છે. તેઓના આત્માએને તેઓ ચાહે છે, પૂજે છે, પણ તેઓની દુષ્ટ વૃત્તિઓને ધિકારી તેઓને નાશ કરે છે.
નવતત્વ, પ્રેમ, પુનર્જન્મ વગેરેને આપે શ્રી મહાવીર
For Private And Personal Use Only