________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંસા-અહિંસાનું સ્વરૂપ
૬૫ પણ દેશ, ચતુર્વિધ સંઘ, રાજ્યાદિકની ઉન્નતિ માટે અલ્પ અધમ પ્રવૃત્તિઓ, કે જે પરિણામે ધર્મની વૃત્તિ કરનારી બને છે, તેઓ વડે પ્રવર્તે છે. શુભાશુભ આશય પર હિંસા અને અહિંસા તત્તવ જાણવું. અજ્ઞાનીઓની દષ્ટિમાં અને જ્ઞાનીઓની દષ્ટિમાં કેટલાક પ્રસંગમાં પરસ્પર વિરુદ્ધ હિંસા અને અહિંસા તત્વ ભાસે છે. મોટા જીવોની રક્ષામાં તથા તેઓની અહિંસામાં જે ભૂત કે સોના પ્રાણનો નાશ થાય છે તેનાં અલ્પ દોષ અને મહા લાભદષ્ટિએ હિંસાની ગણતાએ અને અહિંસાની મુખ્યતાઓ પ્રવૃત્તિ થાય છે.
જે મારા ભક્તો વિશ્વના અને અધિક લાભ આપે છે તેઓ તે પ્રમાણમાં અન્ય જીવના જીવન વડે જીવે છે, તે તેઓને અલપદેષપૂર્વક મહાધર્મદષ્ટિએ બાહ્યાન્તર જીવનથી જીવનારા જાણવા. સ્વાર્થો કરતાં જે મારા જેનો ગૃહસ્થદશામાં અગર ત્યાગદશામાં પરમાર્થ કાર્યો કરવામાં જીવન ગાળે છે તેઓ ઉપકારાર્થે લૌકિક હિંસાની પ્રવૃત્તિઓ કે આરંભ કરવા છતાં પણ અલ્પ હિંસા અને અનંત અહિંસારૂપ મારા જૈનધર્મસ્વરૂપમાં ભળતા જાય છે. કેપણ કાર્ય પ્રવૃત્તિ કરતાં અધિક કે ન્યૂન પ્રમાણમાં હિંસા અને અહિંસા સ્વાર સમાજ, સંઘ કે રાજ્યાદિકની દષ્ટિએ હોય છે. તેથી મારા ભક્ત વિવેકી જેનોએ વિવેકપૂર્વક સદા આવશ્યક લૌકિકલકત્તર પ્રવૃત્તિ કરવી.
જડ દ્રવ્યથી આભદ્રવ્યને નાશ થતો નથી અને આત્મદ્રવ્યથી જડ દ્રવ્યને શુદ્ધ નિશ્ચયદષ્ટિએ તથા સત્તાદષ્ટિએ-દ્રવ્યદષ્ટિએ નાશ થતો નથી. શુદ્ધ નિશ્ચયદ્રષ્ટિએ આત્મદ્રવ્યના ગુણપર્યાયે આત્મામાં ઉત્પાદ–વ્યયરૂપે પરિણમે છે અને જડ દ્રવ્યના ગુણપર્યાયે જડમાં જ પરિણમે છે. તેથી જડ અને ચેતન બને દ્રવ્ય એકબીજાની હિંસા કે ઘાત કરવા સમર્થ થતાં નથી. શરીરાદિક જડ પર્યાયે અનેક રૂપમાં પરિણમ્યા કરે છે. તેથી તેમાં મૃત્યુ આદિની કલ્પના તે શુદ્ધ નિશ્ચયદષ્ટિએ બ્રાન્તિ અને મિથ્યા છે.
For Private And Personal Use Only