________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૪
અધ્યાત્મ મહાવીર કર્મોને ઉત્સાહથી કરે. આત્માની સર્વ પ્રકારની શક્તિઓને ઉત્સાહથી પ્રગટાવે. જે કાર્ય કરવામાં ઉત્સાહ પ્રગટે છે તે કાર્ય કરવામાં આત્મશક્તિઓની અને મનુષ્યની અન્ય શક્તિઓની સહાય મળે છે.
- તમે ગમે તેવી દુઃખી અને હીન દશામાં આવી ગયા છે અને કોઈની સહાયનો લેશમાત્ર આધાર ન હોય, તે પણ ઉત્સાહથી કાર્ય કરે. અધીરા ન બને. તમે તમારાં કાર્ય પડતાં ન મૂકો. દુઃખના, શેકના વિચાર ન કરો. આ ભવમાં આયુષ્યના છેલ્લા શ્વાસોશ્વાસે પણ જે ઉત્સાહ તમેએ ધાયો હશે તે તમને અન્ય ભવમાં અવતાર લેતાં અનંતગણ ઉપયોગી થઈ પડશે–એવી આશાના વિશ્વાસથી પૂર્ણ ઉત્સાહ ધરી મન, વાણું, કાયાથી કાર્ય કરે. રંક મનુષ્યો ઉત્સાહબળથી છેવટે ચક્રવતી રાજા બન્યા છે. કાર્ય કરવામાં નિષ્ફળ જવાથી, પાછા હઠવાથી, સંગો અનુકૂલ ન બનવાથી નિરુત્સાહી ન બની જાઓ. આયુષ્ય
ની છેવટની પળ સુધી ઉત્સાહી રહે. ઉત્સાહી મનુષ્યો કર્મના વિક્ષેપને નાશ કરે છે.
મનુષ્યો ! તમે હજારો વખત હાર પામીને પણ ચારિત્રાદિ બળ પ્રગટાવવા અને મારું પરમાત્મપદ મેળવવા સદા ઉત્સાહી રહે. મારા પર તમારો વિશ્વાસ અને પ્રેમ જે સત્ય છે તો તમો ઉત્સાહથી આગળ વધો. સુવ્યવસ્થિત બનીને ઉત્સાહબળે ખુશમિજાજથી કાર્ય કરે. હજારો લેકે તમને ભાંડે, ગાળ દે કે તમને આરોપ દે, તે પણ તમે જરાય ન ગભરાઓ અને જરા પણ ક્ષુબ્ધ ન થાઓ. તમારા શુદ્ધાત્મસ્વરૂપને નજર સામે રાખી, તેને યાદ કરી ઉત્સાહથી કાર્ય કરો.
ખંત, અડગ શ્રદ્ધા, પ્રેમ, વ્યવસ્થા અને પૂર્ણત્સાહ જ્યાં છે ત્યાં મારી સહાય છે, કારણ કે હું ઉત્સાહથી ખુશ થાઉં છું. મારા પર વિશ્વાસ રાખનાર સદા ઉત્સાહી બનીને અશકન્ય કાર્યોને કરે
For Private And Personal Use Only