________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૨
અધ્યાત્મ મહાવીર તેઓને મિથ્યાત્વબુદ્ધિ નડતી નથી. જે લેકે મારા ઉપદેશ પ્રમાણે આ લેક, પરલોક, વર્ગ, નરક, પાપ, પુનર્જન્મ, કર્મ વગેરેને માને છે તેઓ મિથ્યાત્વબુદ્ધિને નાશ કરે છે અને સમ્યબુદ્ધિને પ્રાપ્ત કરે છે.
સર્વ તત્ત્વ, વિચારો અને કર્મો વગેરેને જેઓ સાપેક્ષપણે સ્વીકાર કરે છે તેઓ મારા ઉપદેશે અને આજ્ઞાઓને સર્વ નાની અપેક્ષાએ સમજે છે અને તેઓ દુનિયાનાં સર્વ ધર્મશાસ્ત્રો વગેરેમાંથી સાપેક્ષ બુદ્ધિએ સત્ય ગ્રહણ કરી શકે છે. તેનાથી અજ્ઞાન દૂર રહે છે. તેઓ અનપેક્ષ મિથ્યાશામાંથી પણ મારી કહેલી સમ્યફ સાપેક્ષ બુદ્ધિદષ્ટિથી સત્ય તને ગ્રહણ કરે છે. તેથી તેઓ સર્વવ્યાપક એવા મારા જૈનધર્મને સર્વત્ર પ્રકાશ કરે છે અને અજ્ઞાની લોકેને જ્ઞાન આપવા માટે આત્મભેગ આપે છે.
મારામાં દેવબુદ્ધિ, ગુરુ પર ગુરુબુદ્ધિ અને જૈનધર્મ પર પૂર્ણ શ્રદ્ધાપ્રીતિ જેએને થઈ છે તેઓ મહા જૈનો છે. તેઓ વિશ્વમાં મહાપ્રભ બને છે અને અન્યને જ્ઞાનીઓ બનાવે છે. મારામાં જેઓ વિરામ પામે છે તેઓને અવિરતવૃત્તિ કે વાસના નડતી નથી. મારામાં જેઓ વિશેષ પ્રકારે રતિ પામે છે તેઓ સર્વ કામ્ય વસ્તુઓની રતિથી રહિત થાય છે. મારા સ્વરૂપમાં પૂર્ણ રતિ, પ્રેમ, આનંદ પામે છે અને વિશેષ પ્રકારે મારામાં લયલીન બને છે તેઓને વિરત અને મારામાં આસક્ત ભક્ત જૈનો જાણવા. આત્મા વિના અન્ય જડ પદાર્થોમાં જેઓ વિરામ પામતા નથી અને સ્વાધિકારે જડ પદાર્થોને વ્યવહરે છે તેઓને અવિરતભાવ નડતું નથી. મારામાં જે વિરતિને ધારે છે તે વસ્તુતઃ આત્મામાં જ વિરતિને ધારે છે. તેઓ પશ્ચાત અવિરતિભાવવાળા રહી શકતા નથી. આત્મામાં જે જે અંશે તરતમયેગે વિરતિભાવ (વૈરાગ્યભાવ) ધારવામાં આવે છે તે તે અંશે અવિરતિભાવને નાશ થાય છે. મારાથી જેઓ વિમુખ રહે છે તેઓ કામ, ક્રોધ, માન, માયા,
For Private And Personal Use Only