________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીક્ષા મહોત્સવની તૈયારી અને ધર્મોપદેશ
૧૦૫ છે. જ્યારે ત્યારે પણ ઉત્સાહી જ પ્રભુતા પામે છે. હૃદયમાં ઉત્સાહરૂ૫ ભભૂકતે અગ્નિ છે ત્યાં સુધી નિરુત્સાહ અને આલસ્યરૂપ શીત આવતું નથી. જે તીર્થકરે, જિને, ઋષિએ આજ સુધી થયા છે અને થશે તે ઉત્સાહબળથી જાણવા. નાનાં બાળકોમાં "ઉત્સાહ જુએ. વેલડીએમાં વધવાને ઉત્સાહ જુઓ. ઉત્સાહ એ જ મારી સર્વ શક્તિઓમાંની એક શક્તિ છે. તેને જે ભજે છે તે મને ભજે છે. તે મારો ભક્ત જૈન છે. હું તેને સહાય કરું છું. માટે મનુ ! ઉત્સાહી બને. પ્રભાતકર્તવ્ય:
મનુષ્ય ! વહેલા ઊઠે. રાત્રે વહેલા સૂઈ રહીને જે વહેલા ઊઠે છે તેઓ શારીરિક આરોગ્ય અને માનસિક આરોગ્યની પુષ્ટિને પ્રાપ્ત કરે છે. વહેલા ઊઠનારા મનુષ્યો વિશ્વમાં પ્રગતિમાર્ગમાં આગળ આવે છે. વહેલા ઊઠીને કર્તવ્ય કાર્ય કરવાથી કાર્યની સિદ્ધિ થાય છે. ગામ કે નગરની બહાર વૃદ્ધશંકા નિવારણાર્થે (મલત્યાગ કરવા) જવું. વૃદ્ધશંકા માટે નગરાદિકની બહાર જવાથી શુદ્ધ હવા મળે છે, શરીરનું આરોગ્ય સચવાય છે અને મગજ પ્રફુલ્લ રહે છે. સારી રીતે યોગ્ય કાષ્ઠથી દંતધાવન કરવું અર્થાત દાંત સાફ કરવા. જીભની ઊલ ઉતારવી. સ્વચ્છ નદીજલ કે કૂપજલાદિથી સ્નાન કરવું. સવારમાં વહેલાં પ્રાણાયામ કરે તથા મલકુસ્તી, કસરત વગેરે કરવાં. શરીર પર તલાદિનું મર્દન કરી નાહવું. બાળકોને વહેલાં ઉઠાડવાં. શરીરની અશુચિ સર્વથા ટાળવી. ગૃહસ્થાએ અને ત્યાગીએાએ જળ, શૌચાદિકથી શરીર નિર્મળ કરવું. સારી રીતે નદી, સરોવર, કુંડ, કૃપાદિક સ્થળે સ્નાન કરવું. ગુરુકુલના વિદ્યાથી બાળકે અને બાલિકાઓએ પ્રભાતનાં કાર્ય સારી રીતે કરવાં.
ગુણ અને તમોગુણી વૃત્તિ ટળે અને સાત્વિક વૃત્તિ પ્રગટે એ આહાર ગ્રહણ કરે. સાત્વિક આહાર માટે વિશેષતઃ લક્ષ દેવું. અતિ આહારથી શરીરમાં અનેક પ્રકારના રોગે પ્રકટે
For Private And Personal Use Only