________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લોકાંતિક દે અને ઋષિઓનું આગમન
૧૮૯ બને છે. વિરાટના બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વરો તેવા પ્રભુને વંદે છે, નમે છે અને તેઓની આરાધના કરે છે. તે ભૂમિકામાં આયુષ્ય પર્યત જીવન્મુક્ત પરમેશ્વરો રહે છે. પશ્ચાત ચૌદમી ભૂમિકામાં સ્કૂલ દેડ, કર્મપ્રકૃતિઓ અને બાહ્ય શરીરાદિ ગથી રહિત થઈ અનંત જ્ઞાન-સુખના પરમાગી સિદ્ધ પરમાત્માએ બને છે. તે ઋષિઓ ! તમારી આગળ આત્માની ઉત્તરોત્તર વિશુદ્ધ દશા કહી. તત્વ :
મારા પ્રિય ઋષિઓ ! મારા જ્ઞાનને સર્વત્ર પ્રચાર કરે. આત્માની સાથે મનનો સંબંધ છે. સમ્યજ્ઞાન થયા બાદ તે જ આત્મા બારમી ભૂમિકા પર્યન્ત અંતરાતમાં બને છે અને તેરમી. ભૂમિકામાં પ્રવેશતાં પરમાત્મા બને છે. પ્રથમ ભૂમિકામાં પ્રવેશેલા આત્માએ મારા ભક્તો જાણવા અને પ્રથમ ભૂમિકાથી તે બારમી ભૂમિકા સુધીના આત્માઓની મન, વાણી, કાયાની જે પ્રવૃત્તિ તેને જૈનધર્મ જાણ. મનના સંબંધથી આત્મામાં ગુણસ્થાનકે જાણવાં. શુદ્ધાત્મ નિર્વિકલ્પ પૂર્ણાનન્દ દશામાં ગુણસ્થાનક નથી. તે દિશામાં પૂર્ણ ગુણમય આત્મા છે.
સાત્તિવક મન, વાણી, કાયા, કર્મપ્રકૃતિ જયાંસુધી છે ત્યાં સુધી આત્માના જુદાં જુદાં ગુણસ્થાનક છે. તમે ગુણ, રજોગુણ, સત્ત્વગુણ એ ત્રણ ગુણપ્રકૃતિથી અતીત થતાં ગુણસ્થાનકાતીત આત્મા બને છે. વ્યવહારનયથી ગુણસ્થાનક છે, પરંતુ શુદ્ધ નિશ્ચયનયની. અપેક્ષાએ ગુણસ્થાનકો નથી. આત્માની શુદ્ધ ભાવના અને આત્મધ્યાનની એકતામાં એટલું બધું બળ છે કે તે ધ્યાનબળ સામે વિશ્વના જીવોનાં સમર્ગ કર્મો ખડા કર્યા હોય તો પણ તે બે ઘડીમાં બળીને ભસ્મ થઈ જાય.
શુભ વિચારો અને શુભ કર્મ તે પુણ્ય કર્મ છે અને અશુભ વિચારો અને અશુભ પ્રવૃત્તિઓ તે પાપકર્મ છે. પુણ્ય
For Private And Personal Use Only