________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૮
અધ્યાત્મ મહાવીર જેઓને જે જે જ્ઞાનાદિ એમાં રસ પડતો હોય તેમાં મશગૂલ રહે. વાસના અને તૃષ્ણાના ત્યાગ વિના બાહ્ય ત્યાગથી ખુશ ન થાઓ. દુઃખીઓને દિલાસો આપે. પિતાના પર આવી પડેલી વિપત્તિઓ અને ઉપસર્ગોનાં દુઃખ સહ્યા વિના કેઈ ને જ્ઞાનીની દશા પ્રાપ્ત થતી નથી.
જળવાળી ભૂમિને ખોદવાથી જેમ જળ નીકળે છે તેમ અનેક વિપત્તિઓ, પરિષહે, આળ, કલંકોના આઘાતને આત્મભાવે સહન કરવાથી આત્માની શુદ્ધતા પ્રગટ થાય છે. જ્ઞાનીઓ અને ત્યાગીએ સાતવેદનીયકર્મ કરતાં અસાતવેદનીયકર્મને સમભાવે ભોગવી આત્મોન્નતિમાં આગળ વધે છે. આધ્યાત્મિક ઉન્નતિ વિનાની બાહ્ય ધનાદિકની ઉન્નતિ ખરેખર ધૂમકેતુ ગ્રહના પૂંછડા જેવી ક્ષણિક છે. માટે આત્માના ગુણની પ્રાપ્તિમાં આત્મભેગ આપો.
સ્થૂલ પૌગલિક જડ વિશ્વમાં શુભાશુભભાવ જ્યારે તમને -ભાસશે નહીં ત્યારે તમે સ્કૂલ વિશ્વમાં કર્મથી લેપાવાના નથી. નામરૂપને નાશ છે. નામ અને દેહાદિરૂપ પર જે મેહ રાખે છે તે મિથ્યા બ્રાન્તિ છે. માટે મિથ્યા બ્રાતિએને પરિહરો.
તમારું તે તમારી પાસે છે. તમે તે હું છું અને હું તે તમો છે–એવું અજ્ય અનુભવી દ્વિધાભાવ અને ભેદભાવને ભૂલી જાઓ. કાયાને ગર્વ ન રાખે. પાણીના પરપોટા જેવી કાયાનો વિનાશ થતાં વાર લાગતી નથી. વારંવાર પ્રભુપદ–પરમપદ પામવાની સામગ્રી મળનાર નથી. હવે ચેતે. જરા માત્ર પ્રમાદ ન કરે. વિષયોની વાસના વિના સર્વાત્માઓની સાથે સંબંધમાં આવે અને તેઓને મારા ઉપદેશને બોધ આપી પવિત્ર કરો.
ચેતન પિતાના જ્ઞાનથી પવિત્ર થાય છે. પરમાત્માની સાથે આત્માને યોગ કરે. આત્મા તે જ પરમાત્મા છે. તમે સર્વે પરમાત્માસ્વરૂપ છે. જડ દ્રવ્યના સંબંધથી ઉત્તરોત્તર પ્રકૃતિના
For Private And Personal Use Only