________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્વસામાન્ય બેધ
૨૫૫ નથી તથા તે પ્રમાણે યથાશક્તિ વર્તતા નથી તેઓ રાક્ષસ, દુષ્ટ મનુષ્યો છે. તેઓ સાથે સંબંધ કઈ રીતે કલ્યાણ કરનાર નથી.
આપનામાં જેને પૂર્ણ વિશ્વાસ છે તે ધર્મી છે. અમો સર્વે ઈન્દ્રો, ઈન્દ્રાણીઓ, દેવ, દેવીએ સદા આપની આજ્ઞા પ્રમાણે સ્વાધિકારે વર્તીએ છીએ.
આપની આજ્ઞા પ્રમાણે વર્તવાથી મહામારી, દુષ્કાળ વગેરે ગ, દુખ વગેરેને પ્રાદુર્ભાવ થતો નથી.
આપની આજ્ઞા પ્રમાણે વર્તનારા ખંડ, દેશ, સમાજ, સંઘ, રાજયમાં અનુકૂલ વૃષ્ટિ થાય છે અને અનેક રોગની શાંતિ થાય છે. આપની આજ્ઞા પ્રમાણે વર્તનારા આત્માઓ સર્વ પ્રકારની વિપત્તિએનો નાશ કરે છે અને તે દુષ્ટ, દુર્જન, નાસ્તિક મનુષ્યના માયાપ્રપંચમાંથી મુક્ત થાય છે.
આપના ત્યાગથી ભરતાદિ દેશમાં ત્યાગનું સ્વરૂપ પ્રવર્તશે અને કરોડો લોકોનું કલ્યાણ થશે. ભારતમાં ધર્મમાં થયેલી મલિનતાનો નાશ થશે.
આપ પ્રભુનું સ્વરૂપ અનંત અને અલક્ષ્ય છે. તેને અનંત ભાગ ઇવસ્થ જીવોને લક્ષ્યમાં રક્ષજ્ઞાનમાં અવે છે.
આપના જૈનધર્મથી સર્વ વિશ્વ પવિત્ર થશે. ત્રણે ભુવનમાં હવેથી આપના મહાવીર નામનો જયઘોષ સર્વ કાર્યપ્રવૃત્તિના આરંભમાં અને અન્તમાં પ્રવર્તશે. આપના સિંહ લાંછન વડે અંકિત તથા સૂર્યચન્દ્રાંકિત પંચમનુષ્યજાતિ તથા પંચપરમેષ્ઠિવર્ણક્તિ દવાને જૈન સર્વ ઉત્સવોમાં ફરકાવશે અને તે વડે સારાં કાર્યોને શોભાવશે. આપના નામની ચતુર્વિધ જૈનશાસનના જયની સૂચિત દવાને સર્વ જૈન દેરાસરે, ઉપાશ્રયે, ધર્મશાળાઓ, ગૃહ, ઉત્સવો વગેરેમાં અલંક્રુત કરશે. ધર્મયુદ્ધમાં જેનો આપની ધજા ફરકાવશે. આપના પંચકલ્યાણક ઉત્સવમાં દેશ, કેમ, સમાજ, રાજ્યાદિ
For Private And Personal Use Only