________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીક્ષા મહોત્સવની તૈયારી અને ધર્મોપદેશ થાય એવા ઉપાય જે હાલ પ્રવર્તે છે તેમાં પ્રવૃત્ત થવું જોઈએ. માંસ, દારૂ વગેરે વ્યસનથી મનુષ્ય શરીરની વહેલી ક્ષીણતા થાય છે. કાયબળની ક્ષીણતાની સાથે માનસિક બળની પણ ક્ષીણતા થાય છે અને તેથી આત્મશક્તિઓનો વિકાસ કરી શકાતો નથી. આહાર-વિહારાદિક કાર્યોમાં અનિયમિતપણું શરીર અને મનને અત્યંત નુકસાન કરે છે. સર્વ રોગોની ઉત્પત્તિનું મૂલ અતિ આહાર તથા અતિ વિહાર છે.
જે મનુષ્ય દેહરૂપ દેવળમાં વ્યવસ્થા જાળવવાને હેશિયાર નથી તેઓ આત્મમહાવીરને પૂજવાને અધિકારી બની શકતા નથી. દેહ-દેવળમાં આત્મમહાવીર આવેલા છે. તે વિશ્વમાં સર્વ પ્રકારે પોતાનું તથા અન્યનું શ્રેય કરવા આવેલા છે. દેહરૂપ દેવળને ટકાઉ અને મજબૂત રાખવું એ પિતાની મરજી ઉપર છે. દેહરૂપ દેવળને જેમ બને તેમ સારું રાખવું અને તેમ કર્યા છતાં તેનો નાશ થાય તો દેહાધ્યાસ, દેહમોહ, મૃત્યુભય ધારણ ન કરે એ વિશ્વના સર્વ મનુષ્ય પ્રતિ મારે ઉપદેશ છે.
શરીરની કિંમત નથી. આત્મરૂપ મહાવીર પ્રભુ ખરેખર લોકાલોકના પતિ (માલિક) જે શરીરમાં વસે છે તે મહાપુણ્યથી મળ્યું છે. તેને ધિકકારવાની કે તુચ્છ ગણવાની જરૂર નથી. દેહ અરેખર આત્મશક્તિઓના વિકાસ માટે મળે છે. તેને જેમ બને તેમ વિવેકપૂર્વક સારો ઉપયોગ કરવો જોઈએ. મેહ, શેક, ભય, અપકીતિ, કામગ અને વિકારના વિચારો કરવાથી હૃદય નબળું પડે છે અને લોહી શરીરમાં ફરતું અટકે છે. ક્રોધના, ગુસ્સાને, વૈરને ખરાબ વિચારો કરવાથી કોઈ વખત એકદમ હૃદય બંધ પડી જાય છે. દુઃખના, દીનપણાના અને અનેક જાતના ઇષ્ટવિચોગ અને અનિષ્ટસંયોગ વગેરેના ખરાબ વિચારો કરવાથી હૃદયને ધકકો લાગે છે. શરીરમાં મળ વધે છે, કેશ ત થઈ જાય છે, વિચારવાયુનો પ્રકેપ થાય છે, ગાંડપણ લાગુ પડે છે, રક્ત અને વીર્ય
For Private And Personal Use Only