________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીક્ષા મહોત્સવની તૈયારી અને ધર્મોપદેશ સાકાર દર્શન થશે. પશ્ચાત્ અનંતજોતરૂપ નિરંજન નિરાકાર મહાવીરનાં દર્શન થશે. ભૂખ લાગે ત્યારે એક વખત અનુકૂલ અને પસંદ પડે તે સાત્વિક આહાર અને સાત્વિક પાણી ગ્રહણ કરવાં. નિદ્રાને જય કરે, મારા નામને જાપ કર તથા મારા સ્વરૂપમાં સુરતા સાધવી. જે કઈ ભક્ત મહાત્મા એ પ્રમાણે, ચાળીસ દિવસ મારું ધ્યાન ધરે છે તે પૂર્ણ પ્રેમ, પ્રભુતા, સુન્દરતામય પોતાના આત્માને સ્વયં અનુભવ કરે છે. તે મારું દર્શન કરી સત્ય જ્ઞાન પામે છે. પશ્ચાત્ તે મારી તથા વિશ્વની સાથે એકતાનો અનુભવ કરે છે. પશ્ચાત્ તે કેવલજ્ઞાન પામી અનંત. અખંડ આનંદમય બને છે.
આત્માની પ્રભુતા અનુભવવાથી સર્વ પ્રકારનાં નામરૂપાદિના અહંકાર અને મદનો નાશ થાય છે અને કઈમાં તુચ્છતા કે ભદ્રતા દેખાતી નથી. પહેલાં જે અભિમાન અને અહંકારથી દેખાતો હતે તે સ્વપ્નની પેઠે નાશ પામે છે. તેથી તેને પૂર્વની નામરૂપની અહંતાદશાને ખ્યાલ આવતો નથી. તેથી તે મારી. સત્યપ્રભુતાની દષ્ટિએ દેખનારો બને છે. ઈયળમાંથી જે ભમરી થાય છે તેને જેમ પૂર્વની અવસ્થાનું ભાન તથા ચેષ્ટા રહેતી નથી તેમ તેને પૂર્વ અવસ્થાની દષ્ટિ તથા પ્રવૃત્તિ રહેતી નથી. તેનું મન સ્વાત્માની સાથે રહે છે.
મારું દર્શન કર્યા પછી દબુદ્ધિ રહેતી નથી. પશ્ચાત્ તે મનને આત્માભિમુખ કરે છે અને ક્ષણિક વસ્તુઓની આસતિની પિલીપારની અવસ્થા પામી, દેહ છતાં દેહાત્મભાવને ભૂલી, આત્મભાવે જાગ્રત બની વિદેહજ્ઞાની બને છે. તે જીવતાં છતાં અને શરીરમાં રહેતાં છતાં શરીરથી મુક્ત સિદ્ધોની પેઠે મુક્તદશાને આનંદ લેગવે છે. સ્વાધિકાર સર્વ કર્તવ્ય કર્મો કરવા છતાં તે જીવમુક્ત બને છે. પ્રેમ, પ્રભુતા, સુન્દરતાને જેઓ પામે છે તેઓ અનુક્રમે એકતા અને આત્માનંદને પામે છે.
For Private And Personal Use Only