________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
અધ્યાત્મ મહાવીર જ્ઞાન અને આત્મજ્ઞાન પામી શકતા નથી. આત્મજ્ઞાન વિના કેઈની મુક્તિ થઈ નથી અને થવાની નથી. સર્વ પ્રકારનાં દુરને નાશ કરનાર જ્ઞાન છે. આ વિશ્વમાં જ્ઞાનદાન સમાન કેઈ દાન નથી. જ્ઞાન સમાન આ વિશ્વમાં કઈ પવિત્ર અને રક્ષક નથી. જ્ઞાન સમાન કેઈ દયા, દાન, દમ અને બ્રહ્મચર્ય નથી. આત્મજ્ઞાન થી સર્વ પ્રકારનાં જન્મ–જરા-મરણેને અન્ત આવે છે. આત્મજ્ઞાન પ્રાપ્ત થતાં કેઈનામાં અહં–મમત્વ રહેતું નથી અને તેથી આધિ-વ્યાધિઉપાધિથી દુઃખ વેદાતાં છતાં કર્મને લેપ લાગતો નથી. ત્યાગીને કર્મ લાગતાં નથી. કર્મ લાગવાની વૃત્તિ છે ત્યાં સુધી અજ્ઞાન છે, મેહ છે, પરતંત્રતા છે. જ્ઞાનથી સર્વ પ્રકારની પરતંત્રતાઓને નાશ થાય છે.
પ્રિયદર્શના ! પ્રભુ મહાવીરમય જીવન ગાળ અને સર્વ જીને પ્રભુ મહાવીરમય જીવન ગાળતા કર. તારા દઢ સંકલપ વડે સર્વ જીવમાં જીવંત શક્તિઓ ભરી દે અને આર્યાવર્તાદિ ખંડોમાં જીવનશક્તિમંત્રોનો પ્રચાર કર. તારામાં મહાવીર પ્રભુનું તેજ ઝળકે છે. સામ્યદષ્ટિ અને રાજ્યતંત્રના જીવંત સુખમય સત્ય ઉદ્દેશોનો પ્રચાર કર. પશુય બંધ કર અને પશુઓ અને પંખીઓ સુધીની રક્ષાના સત્ય નિયમને સર્વત્ર પ્રચાર કર. ભૂખ્યાંઓને સર્વત્ર અન્નદાન મળે એવાં અન્નક્ષેત્રો અને પ્રયા (પરબ)એને કર-કરાવ. દુઃખીઓના રડતાં હૃદય શાંત કર. વસ્ત્રદાન આપ. સર્વત્ર અમારિપડહ વગડાવ અને પાપી દુષ્ટ રાક્ષસોનું જેર ટળે એવું ક્ષાત્રબળ સર્વ મનુષ્યમાં પ્રગટ કર. ક્ષત્રિયાણીના ધર્મ પ્રમાણે ગૃહસ્થાવાસમાં વર્ત અને પશ્ચાત્ ત્યાગિની બની, પ્રભુ મહાવીરદેવની ઉપાસિકા બની વિશ્વને જગાડ. આ વિશ્વમાં સર્વ વિશ્વને ઉદ્ધારક ત્યાગમાર્ગ છે. તેનાથી મનુષ્યને જાગ્રત કરી શકાય છે અને સર્વવ્યાપક જીવનભોગ અપાય છે. તેથી પ્રભુ મહાવીરદેવ ત્યાગી થઈ વિશ્વોદ્ધાર કરશે.
For Private And Personal Use Only