________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધ્યાત્મ મહાવીર પ્રભુ મહાવીર પરમાત્માના અનંત શુદ્ધ પ્રેમને ઈચ્છ એ જ મારી ઇચ્છારૂપ ભક્તિ છે અને તે વિના કશું ઈચ્છવા પેશ્ય નથી, એવી મારી અવ્યભિચારિણી પ્રેમભક્તિ છે. એવી વ્યક્તિને સર્વ વિશ્વમાં પ્રચાર થાઓ. પ્રિયદર્શના ! તારી ભક્તિ એવી સત્ય, શુદ્ધ, વ્યાપકએકરસરૂપ છે. સ્ત્રીઓની મહાવીરભક્તિમાં સર્વ પ્રકારની શક્તિઓ રહેલી છે. શ્રી મહાવીર પ્રભુ પર સર્વથા પ્રેમ એ જ ભક્તિ, એ જ ચેગ, એ જ વેદાભ્યાસ, એ જ આગમાભ્યાસ, એ જ ધ્યાન, તપ, જપ, ક્રિયા, કર્મકાંડરૂપ છે અને એ જ ચારિત્ર, જ્ઞાન, વિનય, વિવેક, વૈરાગ્ય છે. આત્મમહાવીરની શારીરિક, વાચિક અને માનસિક, સર્વ સ્થૂલ-સૂકમ પ્રવૃત્તિઓમાં આત્મમહાવીર પ્રભુની ઔદયિક લીલાને દેખવી અને તેમાં પરબ્રહ્મની ભાવના ભાવવી એ જ અલક્ષ્ય-પરમ–અભેદ પ્રેમરૂપ ભક્તિ છે. - સત્ય પ્રેમમાં દેવદષ્ટિ રહેતી નથી. સત્ય પ્રેમદષ્ટિએ જ્યાં ત્યાં પરમાત્મહાવીર પ્રભુનું નૈસર્ગિક સૌંદર્ય અનુભવદષ્ટિમાં આવે છે અને અસત્યનું સર્વત્ર નામનિશાન જણાતું નથી કે દેખાતું નથી. સત્ય મહાવીર જ્ઞાનદષ્ટિમાં આનંદરસરુચિરૂપ, પ્રેમશક્તિરૂપે શ્રીમતી યશદાદેવી જાણવી અને તેમની પુત્રી તું સર્વ વિશ્વમાં વિરાટરૂપ પ્રિયદર્શના છે, એમ જે અધ્યાત્મજ્ઞાનદષ્ટિએ અનુભવ કરે છે તે મારું સ્વરૂપ ઓળખે છે અને નામ, આકૃતિ, વ્યક્તિએ મને ઓળખે છે. પ્રિયદર્શના ! તારું કલ્યાણ થાઓ.
For Private And Personal Use Only