________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્યરૂપાએ પ્રિયદર્શનને આપેલું શિક્ષણ
અનંત બળ અને શક્તિના નાથ મહાવીર પ્રભુની કૃપા અને તેમની આજ્ઞા વિના વિશ્વમાં મારે કંઈ પ્રાપ્ત કરવા. ચોગ્ય. નથી.. પ્રભુ મહાવીર ભજતાં અનેક પ્રકારનાં આધિ, વ્યાધિ, ઉપધિનાં દુખ પડશે તો તે અમૃત સમાન માનીશું. મૃત્યુને મહત્સવ, સમાન ગણીને તથા ભાવિ જન્મને પ્રભુની ઈચ્છાનુસાર માની પ્રવર્તાવામાં આત્મમહાવીરની વ્યસ્તતા પ્રમાણરૂપ માનીશું. પ્રભુ મહાવીરદેવ જે કંઈ આદેશ કરે તે પ્રમાણે પ્રવર્તવું, તેને પૂર્ણ પ્રેમ અને શ્રદ્ધાથી આદેશભક્તિ ગણીશું. અનેક કુતર્કોને હૃદયથી દૂર કરી પ્રભુ મહાવીર દેવમાં સર્વથા પ્રકારે શ્રદ્ધા ધારણ કરીને વર્તીશું.. લકાપવાદ, માન, અપમાન, યશ, અપકીતિ વગેરે પ્રગટ થતી માનસિક વૃત્તિઓને પ્રભુ મહાવીરના ચરણે ધરીશું અને તેમાં આત્માનું કશું કંઈ નથી એવો પૂર્ણ નિશ્ચય કરીને વર્તીશું. શુભાશુભ, માનાપમાનાદિ વૃત્તિઓને શિક્ષકરૂપ ઉન્નતિકારક માનીને તેઓને વધાવી લઈ સમભાવે વેદીશું અથવા તેમાં સ્વપ્નવત્ ક્ષણિકતાની બ્રાંતિ અનુભવીને એક મહાવીર પ્રભુને હૃદયમાં પરમ ભાવસત્ય તરીકે અનુભવીશું, દેખીશું અને બાકીના જડ જગતને અસત્ દેખીશું, તેના પર્યામાં નિર્મોહતા અનુભવીશું.
શુદ્ધ નિશ્ચયદષ્ટિએ ત્રણે કાળમાં આત્મા અબંધ, નિર્લેપ, પર અર્થાત્ જડ વસ્તુમાં અપરિણમી, શુદ્ધ બ્રહ્નભાવને કર્તા અને જડભાવને અક્ત મહાવીરરૂપ છે, એમ તવંદષ્ટિ અને શુદ્ધોપગે રહી સર્વ પ્રકારનાં કર્તવ્યકર્મ કરીશ. ત્રણે કાળમાં આત્મમહાવીર હું અખંડ જ્ઞાનવ્યાપક, એક સચ્ચિદાનંદરસરૂપ, પ્રજ્ઞાન, એકનેક, નિરંજન, નિરાકાર, તિસ્વરૂપ, શુદ્ધ નિશ્ચયદષ્ટિએ છું એમાં જરામાત્ર ફેરફાર નથી એવી શુદ્ધોપગરૂપ શુદ્ધ પ્રેમ-ભક્તિમાં સર્વ કર્તવ્ય કરતાં છતાં તન્મય રહીશ. સર્વક્તવ્યકર્મો અને ભેગોમાં અર્તા, અભક્તા તરીકે સ્વાત્મમહાવીરને અંતરમાં અનુભવું છું અને અનુભવીશ. સર્વકાળમાં પરમાત્મા મહાવીરદેવની સર્વ કર્તવ્યકર્મ અને સર્વ સદુવિચારરૂપ ભક્તિમાં મુક્તિ છે, એ દઢ નિશ્ચય છે.
For Private And Personal Use Only